રાજ્યસભા માટે સંજય સિંહ સહિત 3 નામો પર સંમતિ: મનીષ સિસોદિયા

Date:2018-01-03 16:19:52

Published By:Jay

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીમાં રાજ્યસભામાં પોતાના નેતાઓને મોકલવાને લઇને છેડાયેલો વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. બુધવારે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે 11 નામો પર ચર્ચા કરવામાં આવી, તેમાં સંજય સિંહ, સુશીલ ગુપ્તા અને એનડી ગુપ્તાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું. કુમાર વિશ્વાસના નામ પર તો ચર્ચા સુદ્ધાં થઇ. સિસોદિયાએ તો એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં 2 બહારના લોકોને મોકલવાના પક્ષમાં હતા. સુશીલ અને એનડી ગુપ્તા આપના સદસ્ય પણ નથી. ઉલ્લેખનીય છે કે કેટલાંક મુદ્દાઓ પર કુમારે પાર્ટીનો વિરોધ કર્યો હતો.

 

પાર્ટીમાં રાજ્યસભા મેમ્બર્સના નામો પર એક અભિપ્રાય બનાવવા માટે સીએમ અરવિંદ કેજરીવાલ બુધવારે ધારાસભ્યો સાથે મીટિંગ કરશે. ત્યારબાદ પોલિટિકલ અફેર્સ કમિટી (પીએસી)ની મીટિંગમાં ત્રણેય ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા નવા વર્ષની રજાઓ માણવા ચાર દિવસ માટે આંદામાન નિકોબાર ચાલ્યા ગયા હતા. મંગળવારે બંને નેતાઓ દિલ્હી પાછા ફર્યા.

Cricket Score

WhatsApp Registraltion

Close