મોદી-કેજરીવાલની ફિલ્મને સર્ટિફિકેટ નહીં આપવાનો નિર્ણય HCએ ફગાવ્યો

Date:2018-01-03 18:23:28

Published By:Jay

નવી દિલ્હીઃ બેટલ ઓફ બનારસ ડોક્યુમેન્ટરી ફિલ્મને સર્ટિફિકેટ નહીં આપવાનો નિર્ણય દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધો છે. ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી/સેન્સર બોર્ડ) અને ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યુનલ (એફસીએટી) સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કેસ એફએસીએટીને પરત કર્યો છે અને તેની ઉપર 4 અઠવાડિયાની અંદર નિર્ણય આપવાનું કહ્યું છે.

આ ફિલ્મ 2014ની લોકસભા ચૂંટણીમાં બનારસમાં થયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચ્ચેની ટક્કર પર બની છે. સેન્સર બોર્ડે આ ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો ઇન્કાર કર્યો તો તેના પ્રોડ્યુસર્સે એફસીએટીમાં અપીલ કરી હતી. એફસીએટીએ અપીલ ફગાવી દીધી તો પ્રોડ્યુસરે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

ટ્રિબ્યુનલે પોતાના નિર્ણયમાં કહ્યું, ફિલ્મ જોવા અને તમામ પક્ષોને સાંભળ્યા બાદ અમારી સલાહ છે કે, આ ફિલ્મ રિલિઝ માટે સર્ટિફિકેટ નહીં આપવાનો સીબીએફસીનો નિર્ણય યોગ્ય હતો. કારણ કે ફિલ્મની થીમ રાજકીય પાર્ટીઓના તમામ નેતાઓ તરફથી આપવામાં આવેલા નફરતભર્યા અને ભડકાઉ ભાષણોથી ભરેલી પડી છે. તે જાતિ અને સાંપ્રદાયિક આધાર પર લોકોને વહેંચવાની કોશિશ કરે છે અને તેમાં લોકોને ખરાબ કોમેન્ટ્સ કરવામાં આવી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close