જેટલી-મોદીની ગ્રોસ ડિવિસિવ પોલિટિક્સઃ રાહુલે GDPને આપ્યું નવું નામ

Date:2018-01-06 15:22:58

Published By:Jay

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2017-18માં દેશનો જીડીપી ગ્રોથ 6.5% રહેવાના અનુમાન પર રાહુલ ગાંધી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે શનિવારે ટ્વિટ કરી GST બાદ GDPની નવી પરિભાષા આપી. તેઓએ તેને ગ્રોસ ડિવિસિસ પોલિટિક્સ ગણાવ્યું. પહેલા તેઓ જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ નામ આપી ચૂક્યા છે. શુક્રવારે રાહુલે લોકપાલ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગુજરાત ચૂંટણીથી સતત ટ્વિટ કરીને મોદીને સવાલ પૂછી રહ્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું, "ફાયનાન્સ મિનિસ્ટર જેટલીની બુદ્ધિમાની અને પીએમ મોદીની ગ્રોસ ડિવિસિવ પોલિટિક્સના કારણે દેશ પાછળ ધકેલાઈ રહ્યો છે." નવું રોકાણમાં 13 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર. બેન્ક ક્રેડિટ ગ્રોથમાં 63 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર. જોબ્સ ક્રિએશનમાં 8 વર્ષના સૌથી નીચલા સ્તર પર.

Cricket Score

WhatsApp Registraltion

Close