જિજ્ઞેશ મેવાણીની દિલ્હીની જનસભા પણ નામંજૂર, 9મીએ હતી હુંકાર રેલી

Date:2018-01-08 14:10:44

Published By:Jay

નવી દિલ્હીઃ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને મુંબઈ પછી હવે દિલ્હીમાં પણ રેલી માટેની મંજૂરી આપી નથી. જિજ્ઞેશ મેવાણી યુવા હુંકાર રેલી અને જનસભાને સંબોધવાનો હતો પરંતુ સુરક્ષાનું કારણ આગળ ધરી દિલ્હી પોલીસે કાર્યક્રમને મંજૂરી આપી નથી.

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને તેમના સાથી 9મી જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે પાર્લામેન્ટ સ્ટ્રીટ પર એક રેલી કરવાના હતા. કાર્યક્રમમાં દલિત તેમજ અલ્પસંખ્યકો પર થતાં હુમલા, શિક્ષા,. રોજગારી અને સામાજિક ન્યાયના મુદ્દે જનસભા સંબોધવાના હતા. મેવાણીએ 1લી જાન્યુઆરીએ ટ્વિટ કરી આ રેલી તેમજ જનસભા અંગે જાણકારી આપી હતી. દિલ્હી પોલીસે ધારા 144નો હવાલો તેમજ 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને હુંકાર રેલી તેમજ જનસભાની મંજૂરી રદ કરી દીધી છે. મંજૂરી વગર જો રેલી કરવામાં આવી તો કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

મુંબઈ પોલીસે 4 જાન્યુઆરીએ આયોજિત છાત્ર ભારતીનો કાર્યક્રમ રદ કર્યો હતો. આ કાર્યક્રમમાં મેવાણી અને ખાલિદ વક્તા તરીકે હાજર રહેવાના હતા. મુંબઈ પોલીસે કાર્યક્રમ સ્થળ પર પહોંચેલા લોકોને અંદર જતાં રોક્યા હતા ત્યારે વિદ્યાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચારો પણ થયા હતા અને લોકો પરાણે અંદર જવાના પ્રયાસ કરતા હતા.  આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓમાં ઘર્ષણ પણ થયું હતું. પોલીસે સાવચેતીના ભાગરૂપે અનેકની અટકાયત પણ કરી હતી. મુંબઈ પોલીસનું કહ્યું હતું કે, આ લોકોએ કલમ 144નું ઉલ્લંઘન કર્યું હતું અને તેથી તેઓની અટકાયત કરવામાં આવી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close