ડેટા ચોરીના અહેવાલ બાદ UIDAIએ 5000 કર્મચારીઓનો એક્સેસ રોક્યો

Date:2018-01-09 10:40:02

Published By:Jay

નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) તમામ ડેઝિગ્નેટેડ ઓફિશિયલ્સના આધાર પોર્ટલના એક્સેસને રોકી દીધો છે. એવામાં અધિકારીઓની સંખ્યા લગભગ 5000 છે. જણાવી દઈએ કે UIDAI પગલું એક અખબારમાં છપાયેલી રિપોર્ટ બાદ ભર્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આધારમાં એનરોલ લોકોને ડીટેલ્સ 500 રુપિયામાં વેચી દે છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું, “એક્સેસ માટે ડેઝિગ્નેટેડ ઓફિસર્સને આપવામાં આવેલા તમામ વિશેષાધિકાર તત્કાલ પ્રભાવથી પાછા લેવામાં આવ્યા છે.” UIDIA પોતાનની સિસ્ટમાં બદલાવ કર્યો છે જેથી વ્યક્તિની ડિટેલ્સની જરુરિયાત હોય તેના બાયોમેટ્રિક્સની એન્ટ્રી કરવાથી એક્સેસ થઈ શકે.

પહેલાવાળી સિસ્ટમમાં રાજ્ય સરકારોએ કેટલાક અધિકારીઓ (સરકારી અને પ્રાઈવેટર્સ)ને અધિકૃત કર્યા હતા, પહેલા સિસ્ટમમાં અધિકૃત અધિકારીને કોઈ આધાર ધારકનું નામ, સરનામું, જન્મ તિથિ વગેરે જેવી માહિતી જોવાની પરવાનગી નથી, જેના માટે 12 ડિજિટવાળો યુનિક આઈડેન્ટિટી નંબર નોંધવાનો રહેતો હતો જેથી બદલાવ સરળતાથી કરી શકાય. તેમણે જણાવ્યું કે, UIDIAને રોજ 5 લાખથી વધુ આવા રજૂઆતો મળતી હતી.

નવી સિસ્ટમમાં કોઈ પણ એક્સેસ માટે આધાર ધારકના ફિંગર પ્રિન્ટથી ઓર્થેંટિકેશન કરવું પડશે અને ઉપલબ્ધ ડેટા તે વ્યક્તિને મળશે. અધિકારીએ જણાવ્યું, “તેનાથી કેટલાક લોકોને તકલીફ થઈ શકે છે, જેમને પોતાની ડિટેલ્સ તાત્કાલિક જોઈતી હોય, પણ પગલાથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ખોટી બાબતોથી બચી શકાશે.

નોંધનીય છે કે, UIDAI વાતનો ઈનકાર કર્યો હતો કે તેના સિક્યોરિટી પ્રોટોકોલ્સમાં ખામીઓ છે. તેણે અખબારના રિપોર્ટના આધારે પોલીસ પાસે ફરિયાદ નોંધાવી હતી. સંબંધિત અધિકારીએ વાતનો ઈનકાર કર્યો કે અખબારના રિપોર્ટ મુજબ FIR નોંધવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, FIR “અજ્ઞાત લોકોસામે નોધાવવામાં આવી છે અને તેમાં અખબારના રિપોર્ટને રિફર કરવામાં આવ્યો છે અને રિપોર્ટરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે કથિત રેકેટની ડિટેલ્સ મેળવવા માટે આમ કરવું જરુરી હતું.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close