IND vs SA: ટીમ ઈન્ડિયા 135 રનમાં ઓલઆઉટ, સા. આફ્રિકા 72થી જીત્યુ

Date:2018-01-09 11:44:07

Published By:Jay

કેપટાઉન-ઝડપી બોલર્સના દબદબા વચ્ચે ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે અહીં રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસને 72 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ચોથા દિવસની રમત દરમિયાન 65 ઓવરમાં 200 રન નોંધાયા હતા અને કુલ 18 વિકેટો પડી હતી. પ્રથમ તો બે વિકેટે 65 રનના સ્કોરને આગળ વધારનાર સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 130 રનમાં સમેટાઇ ગઇ હતી.

ભારતને શ્રેણીમાં 1-0ની લીડ મેળવવા માટે 208 રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ ટેબલ માઉન્ટેન સ્થિત ન્યૂ લેન્ડ્સના ગ્રાઉન્ડ પર ભારત માટે આ ટાર્ગેટ મોટા પહાડ જેવો સાબિત થયો હતો અને પૂરી ટીમ બીજા દાવમાં 42.4 ઓવરમાં 135 રનના સ્કોરે સમેટાઇ ગઇ હતી. મેન ઓફ ધ મેચ બનેલા વર્નોન ફિલાન્ડરે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 42 રનમાં છ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ખેરવી હતી.

208ના લક્ષ્યાંકને ચેઝ કરનાર ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. ટીમે વિના વિકેટે 30 રન બનાવી લીધા હતા પરંતુ શિખર ધવન (16) વધુ એક વખત ખરાબ શોટ રમીને આઉટ થયો હતો અને ટીમના ધબડકાની શરૂઆત થઇ હતી. કેટલાક સમય બાદ મુરલી વિજય )13) તથા ચેતેશ્વર પૂજારા પણ પેવેલિયન પરત ફર્યા હતા. સુકાની વિરાટ કોહલી (28) તથા રોહિત શર્માએ (10) 32 રનની ભાગીદારી નોંધાવી હતી. હાર્દિક પંડ્યા એક રન બનાવીને રબાડાનો શિકાર બન્યો હતો.

અશ્વિન (37) તથા ભુવનેશ્વરે (13) કેટલોક સંઘર્ષ કર્યો હતો પરંતુ ભારતને ફાયદો એ થયો હતો કે ટીમે 100 રનના સ્કોરને પાર કર્યો હતો. ફિલાન્ડરે એક જ ઓવરમાં ચાર બોલના ગાળામાં અશ્વિનમોહમ્મદ શમી તથા બુમરાહને આઉટ કરીને સાઉથ આફ્રિકાનો વિજય નિશ્ચિત કરીલીધો હતો. આ પહેલાં ભારતીય બોલર્સના શાનદાર પ્રદર્શનના કારણે આફ્રિકાની આઠ વિકેટે 21.2 ઓવરમાં જ ઝડપી લીધી હતી. બુમરાહ તથા શમીએ 3-3 વિકેટ ખેરવી હતી.

શ્રેણીની બીજી ટેસ્ટ મેચ સેન્ચ્યુરિયનમાં રમાવાની છે. અહીં ભારતે એક જ ટેસ્ટ મેચ રમી છે. 2010માં રમાયેલા આ મુકાબલામાં સાઉથ આફ્રિકાએ એક ઇનિંગ્સ અને 25 રનથી વિજય હાંસલ કર્યો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close