J&K: અનંતનાગમાં સેના-આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 2 આતંકી ઠાર

Date:2018-01-09 11:59:40

Published By:Jay

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના લાડનૂમાં સિક્યુરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. દરમિયાન બે આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. સેનાને વિસ્તારમાં ઘણાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. કાશ્મીરમાં આતંકીઓના અંત લાવવા માટે આર્મી દ્વારા ઓપરેશન ઓલ આઉટ ચલાવવામાં આવી રહ્યું છે. કાશ્મીરમાં અત્યાર સુધી 200થી વધારે આતંકીઓ ઠાર કરી દેવામાં આવ્યા છે.

 બડગામમાં સોમવારે આતંકીઓએ સિક્યુરિટી ફોર્સ પર ફાયરિંગ કર્યું હતું. તેની જવાબી કાર્યવાહીમાં ફોર્સે એક આતંકી ઠાર કર્યો હતો.આર્મી ઓફિસરના જણાવ્યા પ્રમાણે બજગામના જુહામામાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. ત્યારપછી આર્મીએ જુહામા ગામને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ દરમિયાન આતંકીઓએ ફોર્સ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કેમ્પ પર 31 ડિસેમ્બરે આતંકી હુમલો થયો હતો. જેમાં 3 કેપ્ટન સહિત 5 શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close