ભારત ટ્રાન્સફોર્મ થઈ રહ્યું છે, હવે દરેક લેવલ પર ફેરફાર દેખાશે: PIOમાં મોદી

Date:2018-01-09 12:30:44

Published By:Jay

નવી દિલ્હી: વિદેશોમાં રહેતા ભારતીય મૂળના લોકો (PIO)ની પહેલી પાર્લામેન્ટ્રી કોન્ફરન્સનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્યું. કોન્ફરન્સને સંબોધતા મોદીએ કહ્યું, "સેંકડો વર્ષોમાં જે પણ લોકો ભારતની બહાર ગયા તેમના મનમાંથી ભારત ક્યારેય બહાર નીકળ્યું. વિશ્વના જે ભાગમાં તેઓ ગયા, ત્યાં તેમણે તેમના મૂલ્યો-સંસ્કારોને જીવિત રાખ્યા." ઉલ્લેખનીય છે કે કોન્ફરન્સમાં 23 દેશોના 124 સાંસદો અને 17 મેયર ભાગ લઈ રહ્યા છે. પ્રવાસી સાંસદ સંમેલનમાં મોદીએ કહ્યું- તમને દરેકને પ્રવાસી ભારતીય સાંસદ દિવસની હાર્દિક શુભેચ્છાઓ. હું દરેક સેક્ટરમાંથી અહીં આવેલા મિત્રોનું સ્વાગત કરું છું. સવા સો કરોડના ભારતીયો તરફથી હું તમારુ સ્વાગત કરુ છું.

 

પીએમ મોદીએ કહ્યું, "આજે જ્યારે તમે ભારતના કોઇ એરપોર્ટ પર ઉતરો ત્યારે આ ધરતી પર તમારી આત્માનો અંશ પ્રફુ્લ્લિત થઇ જાય છે. તમારી ભાવનાઓ તમારી આંખોમાંથી નીકળી જશે. તમે તેને રોકી નહીં શકો. તમારી આંખોમાં ભારત આવવાની એક ચમક મહેસૂસ થશે."

"આજે તમને અહીંયા જોઇને તમારા પૂર્વજોને કેટલી ખુશી થઇ હશે તેનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ. સેંકડો વર્ષોમાં જે પણ લોકો ભારતની બહાર ગયા તેમના મનમાંથી ભારત ક્યારેય બહાર ન નીકળ્યું. વિશ્વના જે ભાગમાં તેઓ ગયા, ત્યાં તેમણે તેમના મૂલ્યો-સંસ્કારોને જીવિત રાખ્યા."

Cricket Score

WhatsApp Registraltion

Close