રિદ્ધિમાન સહાએ ધોનીનો ક્યો બે વર્ષ જૂનો રેકોર્ડ તોડીને બનાવ્યો નવો રેકોર્ડ ? જાણો વિગત

Date:2018-01-09 12:52:57

Published By:Jay

કેપટાઉન: ફિલાન્ડરની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની મદદથી સાઉથ આફ્રિકાએ અહીં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 72 રને પરાજય આફી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં વિકેટ કીપર રિદ્ધિમાન સહાએ વિકેટ પાછળ 10 કેસ ઝડપવાની સાથે ધોનીને પાછળ છોડતાં ભારત તરફથી એક ટેસ્ટમાં સૌથી વધુ શિકાર કરવાનો રેકોર્ટ બન્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીએ 2014માં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં વિકેટ પાછળ નવ શિકાર કર્યા હતાં. જેમાં આઠ કેચ અને એક સ્ટમ્પિંગ સામેલ હતું. ધોની સિવાય નયન મોંગિયાએ 1996માં ડરબનમાં સાઉથ આફ્રિકા સામે અને 1999માં કોલકત્તામાં પાકિસ્તાન સામે આઠ શિકાર કરતાં બન્નેને પાછળ છોડ્યા હતાં.

પોતાની 32મી ટેસ્ટ મેચ રમી રહેલા સહાના નામે હવે કુલ 85 શિકાર થઈ ગયા છે જેમાં 75 કેસ અને 10 સ્ટમ્પિંગ સામેલ છે. તેણે સાથે ફારુખ એન્જિનિયર (46 ટેસ્ટમાં 82 કેચ)ને પાછળ છોડ્યા હતાં. આઠમી વિકેટ માટે 49 રનની ભાગીદારી નોંધાવી હતી. અશ્વિન 37 રન બનાવી આઉટ થયો હતો. 131 રનના સ્કોરે અશ્વિન આઉટ થયા બાદ શમીએ પ્રથમ બોલે જ ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ તેના બીજા જ બોલે આઉટ થતાં ભારતે નવમી વિકેટ ગુમાવી હતી જ્યારે તે પછીના બોલે ફિલાન્ડરે બુમરાહને આઉટ કરતાં ભારતીય ટીમે 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

 

 

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close