લાલુની સેવા કરવા સેવકો પણ પહોંચ્યા જેલ, પોતાના વિરૂદ્ધ દાખલ કરાવ્યો કેસ

Date:2018-01-09 12:58:22

Published By:Jay

રાંચીઃ જેલ એડમિનિસ્ટ્રેશન હજુ સુધી નક્કી કરી શક્યું કે RJD સુપ્રીમો લાલુપ્રસાદને શું કામ આપવામાં આવે. તો લાલુની સેવા માટે તેનો રસોઈયો લક્ષ્મણકુમાર અને સેવક મદન યાદવ પોતાના વિરૂદ્ધ કેસ દાખલ કરાવીને જેલ પહોંચી ગયા છે. જેલ જવા માટે બંનેની એટલા માટે પસંદ કરાઈ કેમકે બંને રાંચીના રહેવાસી છે અને લાલુના વિશ્વાસપાત્રમાના એક છે. કંઈ પ્રથમ વખત નથી કે જેલમાં લાલુની સેવા માટે તેના સેવકો પહોચ્યા હોય. પહેલાં પણ હોટવારમાં જ્યારે લાલુ બંધ થયા હતા તો મદન તેની સેવા માટે જેલ પહોંચી ગયો હતો. 6 જાન્યુઆરીએ લાલુને સાડા ત્રણ વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા દંડની સજા થઈ છે.

 

23 ડિસેમ્બર, 2017નાં રોજ જ્યારે સીબીઆઈ કોર્ટમાં સુનાવણી દરમિયાન લાલુને જેલ મોકલવાનો આદેશ બન્યો તો તેના સમર્થકોએ મદન અને લક્ષ્મણને જેલ પહોંચાડીને લાલુની સેવાનો રસ્તો તૈયાર કરી દીધો હતો. બંને વિરૂદ્ધ લોઅર બજાર પોલીસ સ્ટેશનમાં કલમ 341, 323, 504, 379, 34 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. મદન અને લક્ષ્મણને જેલમાં મોકલવા માટે મારપીટનો નકલી મામલો બનાવવામાં આવ્યો હતો. મદને પડોસી સુમિત યાદવને આ માટે તૈયાર કર્યો હતો. મદન અને લક્ષ્મણ વિરૂદ્ધ મારપીટ કરીને 10 હજાર રૂપિયા લૂંટવાનો આરોપ લગાવતા ડોરંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ડોરંડા પીઆઈ આબિદ ખાનને શંકા ગઈ અને તેમને આટલી નાની વાતમાં ધરપકડ કરીને જેલ મોકલવાથી ઈન્કાર કરી દીધો હતો. જે બાદ તેઓ લોઅર બજાર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

Cricket Score

WhatsApp Registraltion

Close