દિલ્હીમાં હુંકાર રેલી કરવા જિજ્ઞેશ મક્કમ, વિરોધમાં પોસ્ટર લાગ્યા

Date:2018-01-09 14:23:13

Published By:Jay

દિલ્હીઃ ગુજરાતના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મંગારે રાજધાની દિલ્હીમાં થનારી હુંકાર રેલીને લઈને વિવાદમાં આવી ગયો છે. પોલીસે નેશનલ ગ્રીન ટ્રાઈબ્યુનલ રેલીના આદેશના રેફરન્સ આપીને રેલીની મંજૂરી આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો, જ્યારે રેલીનું આયોજન કરનારા સંગઠન અને જિજ્ઞેશ મેવાણી રેલી કરવા માટે મક્કમ બન્યા છે. એવામાં રેલીને લઈને ટકરાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. કોઈ પણ રીતે અપ્રિય સ્થિતિથી પહોંચી વળવા માટે ભારે સંખ્યામાં પોલીસબળ તૈનાત કરવામાં આવ્યું છે.

સોમવારે રાત્રે દિલ્હી DCP દ્વારા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે NGTના આદેશને ધ્યાનમાં રાખીને પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પર પ્રસ્તાવિત પ્રદર્શનને દિલ્હી પોલીસે મંજૂરી નહોતી આપી. તેમણે પણ કહ્યું કે રેલીના આયોજકોને સતત એવી સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ પોતાનું પ્રદર્શન કોઈ અન્ય જગ્યા પર કરે, પણ તે માનવા માટે તૈયાર નથી.

DCPના ટ્વીટ બાદ નિવેદનબાજી તેજ બની ગઈ. રેલીના આયોજનમાં જોડાનારા લેફ્ટ પાર્ટીના નેતાઓએ દિલ્હી પોલીસ વિરુદ્ધ મોર્ચો શરુ કર્યો. દિલ્હી પોલીસને જવાબ આપતા લેફ્ટ પાર્ટીના નેતાઓ અને JNU વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા શહલા રશીદે કહ્યું કે રેલી ત્યાં થશે. DCPના ટ્વીટને રિટ્વીટ કરીને તેમણે લખ્યું, “DCP સર, રેલી તો ત્યાં કરીશું.

જણાવી દઈએ કે રેલીના આયોજનને લઈને વિવાદ દિવસથી શરુ થઈ ગયો છે જ્યારે તેની જાહેરાત કરવામાં આવી હતી. આયોજકોમાંથી એક અને JNU વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ મોહિત કુમાર પાંડેએ કહ્યું, “2 જાન્યુઆરીએ રેલીની જાહેરાત કર્યા પછી મેવાણીને દેશદ્રોહી અને શહેરી નક્સલ ગણાવતા પોસ્ટરો પાછળ ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે. રેલી પૂર્વ નિર્ધારિત સમય પર થશે. બધાની વચ્ચે સંસદ માર્ગ નજીક કેટલાક પોસ્ટર લાગ્યા છે જેમાં જિજ્ઞેશ મેવાણીને ભાગેડું ગણાવવામાં આવી રહ્યો છે.

આયોજકોનો જુસ્સો જોતા પોલીસે કાર્યવાહીની ચેતવણી આપીને ભારે સંખ્યામાં પોલીસબળ તૈનાત કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, જો પ્રદર્શનકારી તરફ આવશે તો તેમની ધરપકડ કરવામાં આવશે.

જણાવી દઈએ કે પુણેના ભીમા-કોરેગાંવમાં થયેલા હિંસા અને તે પછી થયેલી બબાલને લઈને જિજ્ઞેશ મેવાણી પર ભડકાઉ ભાષણ આપવાનો કેસ નોંધવામાં આવ્યો છે. તેને લઈને મેવાણીએ દિલ્હીમાં પહોંચીને હુંકાર રેલી કરવાની જાહેરાત કરીને કહ્યું હતું કે તે એક હાથમાં મનુસ્મૃતિ અને એક હાથમાં સંવિધાનની કોપી લઈને વડાપ્રધાનના કાર્યલય પાસે જશે અને PM મોદીને કહેશે કે તે બન્નેમાંથી કોઈ એકને પસંદ કરાશે. મેવાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં 150 બેઠકો જીતવાનું સપનું જોતી ભાજપ 99 પર પહોંચી ગઈ, માટે તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close