21 વર્ષે ઈકો. ફોરમમાં જનારા પહેલાં PM હશે મોદી, ટ્રમ્પ સાથે મીટિંગ શક્ય

Date:2018-01-10 10:29:19

Published By:Jay

વોશિંગ્ટન:  મહિનાના અંતમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની દાવોસ (સ્વિત્ઝરલેન્ડ)માં મુલાકાત થઈ શકે છે. બંને નેતા દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં હાજરી આપવા પહોંચશે. 18 વર્ષ પછી ટ્રમ્પ એવા પહેલાં અમેરિકી પ્રેસિડન્ડ હશે જે ઈકોનોમિક ફોરમમાં સામેલ થશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેંડર્સે કહ્યું છે કે, દાવોસમાં ટ્રમ્પ વર્લ્ડ લીડર્સની સામે અમેરિકા ફર્સ્ટનો એજન્ડા રજૂ કરશે. પ્રેસિડન્ટ ટ્રમ્પ ઈકોનોમિક ફોરમમાં અમેરિકી બિઝનેસ, અમેરિકી ઈન્ડસ્ટ્રીઝ અને અમેરિકી વર્કર્સને મજબૂત કરનારી પોલિસી રજૂ કરી શકે છે. 

 

 

 સેંડર્સે એવુ પણ જણાવ્યું છે કે, ટ્રમ્પની દાવોસ મુલાકાત અને બાઈલેટરલ મીટિંગ્સ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. સેંડર્સના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પનો મેસેજ એકદમ સ્પષ્ટ છે કે, જે પોલિસી તેઓ અમેરિકામાં લાગુ કરી રહ્યા છે તેને પણ તેઓ દાવોસમાં રજૂ કરશે. મારુ માનવું છે કે, અમેરિકી બિઝનેસ અને પોલિસીઝ માટે તેઓ 100 ટકા કમિટેડ છે. નોંધનીય છે કે, દાવોસમાં થનારા ઈકોનોમીક ફોરમની થીમ ક્રિએટિંગ શેયર્ડ ફ્યૂચર ઈન ફ્રેક્ચર્ડ વર્લ્ડ રાખવામાં આવી છે.મોદી 22 જાન્યુઆરીથી બે દિવસની મુલાકાત માટે દાવોસ રવાના થશે. વર્લ્ડ ઈકોનોમીક ફોરમમાં તેઓ સ્પીચ પણ આપવાના છે. 1997 પછી મોદી ભારતના પહેલાં એવા પીએમ છે જે દાવોસ ઈકોનોમીક ફોરમમાં ભાગ લેશે.

Cricket Score

WhatsApp Registraltion

Close