ટેસ્ટ રેન્કિંગઃ કોહલી-પૂજારાને નુકસાન, રબાડા બન્યો નંબર વન

Date:2018-01-10 11:43:24

Published By:Jay

દુબઈઃ સાઉથ આફ્રિકાની ટૂરમાં 900 રેટિંગનો ચમત્કારિક આંકડો પાર કરવાની વિરાટ કોહલીની આશા ઝાંખી પડી છે. કેપટાઉન ટેસ્ટમાં નબળા પ્રદર્શનને કારણે ભારતીય કેપ્ટનને 13 પોઇન્ટનું નુકસાન થયું છે. આઈસીસીના નવા વર્લ્ડ રેન્કિંગમાં વિરાટ એક ક્રમાંક નીચે ત્રીજા સ્થાને આવી ગયો છે, જ્યારે સાઉથ આફ્રિકાના કેગિસો રબાડા બોલર્સમાં ટોચ પર પહોંચી ગયો છે.

ચેતેશ્વર પૂજારા, શિખર ધવન જેવા ભારતના અન્ય બેટ્સમેનને પણ ન્યૂ ઝીલેન્ડમાં ખરાબ પ્રદર્શનને કારણે નુકસાન થયું છે, જ્યારે બોલર્સમાં ભુવનેશ્વર કુમારે તેની કારકિર્દીનો શ્રેષ્ઠ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. મોહમ્મદ શમી ટોપ-20માં સામેલ થનારો ભારતનો ત્રીજો બોલર છે. રબાડા વિશ્વનો નંબર વન બોલર બની ગયો છે. તેણે કેપટાઉનમાં પોતાની ટીમના 72 રને થયેલા વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ટેસ્ટ મેચ પહેલાં કોહલીના 893 પોઇન્ટ્સ હતા અને તેનું ફોર્મ જોઈને લાગી રહ્યું હતું કે, તે 900 પોઇન્ટ્સ સુધી પહોંચી શકે છે, પરંતુ પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટને પાંચ અને 26 રન બનાવ્યા હતા, જેથી તેના રેટિંગ પોઇન્ટ 880 થઈ ગયા હતા.

બીજી તરફ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ મેચમાં 141 રન બનાવ્યા હતા, જેથી તેને 28 પોઇન્ટનો ફાયદો મળ્યો છે અને તે કોહલીને પછાડીને નંબર-2 પર પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન 947 પોઇન્ટ્સ સાથે ટોચ પર છે. પહેલી ટેસ્ટમાં પૂજારાએ 26 અને 4 રન બનાવ્યા હતા, જેથી તેને 25 પોઇન્ટ્સનું નુકસાન થયું છે અને તે 848 પોઇન્ટ્સ સાથે ત્રીજામાંથી પાંચમા ક્રમે ખસી ગયો છે. ન્યૂ ઝીલેન્ડનો કેન વિલિયમ્સ ચોથા ક્રમે છે. ભારતના અન્ય બોલર્સમાં વિજય પાંચ ક્રમાંક નીચે 30મા, ધવન અને રોહિત ત્રણ-ત્રણ ક્રમાંક નીચે અનુક્રમે 33મા અને 44મા સ્થાને ખસી ગયા છે. જોકે પહેલી ઇનિંગમાં 93 રન બનાવવાને કારણે હાર્દિક પંડ્યા 24 ક્રમાંકની છલાંગ લગાવીને 49મા ક્રમે પહોંચી ગયો છે. મેચમાં રમનારો કેએલ રાહુલ પહેલાંની જેમ 12મા ક્રમે છે.

 

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close