માત્ર 5 મિનિટ ચાર્જ કરવાથી 600 કિ.મી. સુધી ચાલશે હ્યુન્ડાઇની આ કાર

Date:2018-01-10 11:54:04

Published By:Jay

નવી દિલ્હી-વિશ્વની દિગ્ગજ કાર નિર્માતા કંપનીઓ હવે ભવિષ્યના ઓટોમોટિવ સેક્ટરને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક કાર્સ પર ફોકસ વધારી રહી છે. આગામી 10 વર્ષમાં સમગ્ર ઓટો વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલ કારનું સ્થાન ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કાર્સ લઇ લશે. તેવામાં વિવિધ કંપનીઓ પોતાની કોન્સેપ્ટ કાર્સ પ્રદર્શન અર્થે મુકી રહી છે. લાસ વેગાસમાં ચાલી રહેલા સીઇએસ 2018માં ચીનની બેયટોન કંપનીની ઇલેક્ટ્રિક કાર બાદ હ્યુન્ડાઇએ પણ પોતાની હાઇડ્રોજન પાવર્ડ નેક્સોને પ્રદર્શન અર્થે મુકી છે. ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હિકલ્સમાં હોન્ડા ક્લેરિટિ ફ્યુઅલ સેલ અને ટોયોટા મિરાઇ ઉપરાંત મર્સિડિઝ બેન્ઝની આવનારી કારને ટક્કર આપવા માટે હ્યુન્ડાઇ નેક્સોને લોન્ચ કરવા જઇ રહી છે. આ કાર ટક્સન જેવી હશે અને તેની ખાસિયત એ છેકે આ કારને ચાર્જિંગ થવામાં ટેસ્લાની કાર કરતા ઓછો સમય લાગે છે. આ કારની અંદાજીત કિંમત 40 લાખની આજુબાજુ હોઇ શકે છે.

સીઇએસમાં આ કારને પ્રદર્શન અર્થે મુક્યા બાદ નેક્સોને નોર્થ અમેરિકા, યુરોપ અને એશિયાના કેટલાક ભાગોમાં લોન્ચ કરવામાં આવશે. નેક્સોને ટક્સન કોમ્પેક્ટ એસયુવીની તર્જ પર બનાવવામાં આવી છે. આ કારમાં વેઇટમાં ઘટાડો કરાશે, પેસેન્જર સ્પેસ વધારાશે, એરોડાઇનેમિક અને ઇમ્પ્રૂવ્ડ એક્સલરેશન તથા એફિસિયન્સી હશે. ટક્સન એફસીઇવીની સરખામણીએ નેક્સો 60 એમપીએચની સ્પીડ પકડવામાં 20 ટકાનો વધારો કરાયો છે અને ટોપ સ્પીડમાં 25 ટકાનો.

Cricket Score

WhatsApp Registraltion

Close