ISRO 100મો ઉપગ્રહ સ્પેસમાં મોકલશે, એકસાથે 31નું થશે લોન્ચિંગ

Date:2018-01-10 11:59:50

Published By:Jay

બેંગલુરૂઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) શુક્રવારે પોતાના દ્વારા બનાવવામાં આવેલો 100મો સેટેલાઈટ લોન્ચ કરશે. ઉપરાંત તેઓ સિંગલ મિશનથી 30 વધુ સેટેલાઈટ મોકલશે, જેમાં 28 વિદેશી હશે. બીજી તક છે કે જ્યારે એક સાથે આટલાં બધા સેટેલાઈટ મોકલી રહ્યાં છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં ઈસરોએ એક સાથે 104 સેટેલાઈટ ઓર્બિટમાં મોકલીને રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં મોટા ભાગના વિદેશી હતા.

 

 આ સેટેલાઈટ શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી શુક્રવારે સવારે 9-28 વાગ્યે PSLVથી છોડવામાં આવશે.ઈસરોના ડાયરેક્ટર એમ. અન્નાદુરેએ એક રિપોર્ટમાં કહ્યું કે, "જેવું જ મિશનનું અંતિમ સેટેલાઈટ PSLV સી-20થી અલગ થઈને પોતાના ઓર્બિટમાં જશે તે સાથે આ અમારૂમાં 100મું સેટેલાઈટ હશે. આ સાથે જ અમારી સદી પૂર્ણ થઈ જશે. અમે આ અવસરની ઘણી જ રાહ જોઈ રહ્યાં છીએ."

અન્નાદુરેએ જણાવ્યું કે, "મિશનની સાથે કુલ 31 સેટેલાઈટ મોકલવામાં આવી રહ્યાં છે. મેન પે-લોડ કોન્ટેસ્ટ સીરીઝનો ત્રીજો સેટેલાઈટ છે. બાકી 28 વિદેશી સેટેલાઈટ છે. ભારતનો ત્રીજો સેટેલાઈટ માઈક્રો સેટેલાઈટ છે, જેનું વજન 100 કિલોગ્રામ છે. જે સૌથી છેલ્લે ઓર્બિટમાં પહોંચશે." મિશનમાં PSLV સી-40 કુલ 1,323 કિલોગ્રામ વજનના સેટેલાઈટ લઈ જશે. જેમાં કાટોંસેન્ટ-2નું વજન 710 કિલો છે, જ્યારે બાકીના 30 સેટેલાઈટનું વજન 613 કિલોગ્રામ છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close