7 દિવસ બાદ પાક.નો જવાબ, USને મળતી મિલિટરી-ઇન્ટેલિજન્સ મદદ રોકી

Date:2018-01-10 12:15:40

Published By:Jay

પાકિસ્તાન-અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી અંદાજિત સાત હજાર કરોડ રૂપિયાની મિલિટરી એડ (સૈન્ય મદદ) અટકાવ્યા બાદ પાકિસ્તાને પણ 7 દિવસમાં તેનો જવાબ આપ્યો છે. પાકિસ્તાને અમેરિકાને આપવામાં આવતી તમામ પ્રકારની મિલિટરી અને ઇન્ટેલિજન્સ મદદ રોકવાની જાહેરાત કરી છે. ખાસ વાત છે કે, પાકિસ્તાને હજુ સુધી અમેરિકાને લેન્ડ અને એર એક્સેસ રોકવા પર કોઇ નિર્ણય નથી લીધો. વાત વધારે મહત્વની છે કારણ કેઅફઘાનિસ્તાનમાં મોજૂદ અમેરિકન ટ્રૂપ્સને લોજિસ્ટિક જમીન અને હવાઇ માર્ગે પહોંચાડવામાં આવે છે. પાકિસ્તાનની તરફથી પહેલી ધમકી બંને રસ્તાઓને બંધ કરવાની આપવામાં આવી હતી. બીજી તરફ, અમેરિકાએ કહ્યું કે, તેણે પાકિસ્તાનને આવા કોઇ કડક નિર્ણયોની જાણકારી નથી આપી.

પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખુર્રમ દસ્તગીર ખાને મંગળવારે રાત્રે અમેરિકાને મદદ અટકાવવાનો નિર્ણય કર્યો. અમેરિકાએ 2 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનને આપવામાં આવતી 7 હજાર કરોડ રૂપિયાની મિલિટરી એડ રોકવાનો નિર્ણય કર્યો હતો. દસ્તગીરે કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદ સામે લડવા માટે ઘણી કુરબાનીઓ આપી છે. અમેરિકાએ તેને ધ્યાનમાં નથી લીધી. ખાને કહ્યું કે, હવે પાકિસ્તાન અમેરિકાને આપવામાં આવતી મિલિટરી અને ઇન્ટેલિજન્સ એડ પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. ખાને કહ્યું, અમેરિકા માટે અમે લેન્ડ અને એર પેસેજ યથાવત રાખીશું. વિશે કોઇ નિર્ણય ચોક્કસ જરૂરિયાત સમયે લેવામાં આવશે.

ઇસ્લામાબાદમાં અમેરિકન એમ્બેસીના સ્પોક્સપર્સન રિચર્ડ નેલ્સરે પાકિસ્તાનના નિર્ણય પર કંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે. મીડિયા દ્વારા પૂછવામાં આવેલા એક જવાબમાં રિચર્ડે કહ્યું, પાકિસ્તાન તરફથી અમને અત્યાર સુધી કોઇ પણ આવા નિર્ણય વિશે જાણકારી નથી આપવામાં આવી.

પહેલા મંગળવારે અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી CIAના ચીફ માઇક પોમ્પિયોએ પાકિસ્તાનને સ્પષ્ટ વોર્નિંગ આપી. પોમ્પિયોએ કહ્યું કે, પ્રેસિડન્ટ ટ્રમ્પ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, પાકિસ્તાનમાં આતંકવાદી આશ્રયસ્થાનોની કિંમત સહન કરવામાં નહીં આવે. અમે સ્પષ્ટતા કરી દેવા ઇચ્છીએ છીએ કે, પાકિસ્તાન આતંકવાદ પર હવે ફૂલ સ્ટોપ લગાવી દે. જો આવું નહીં થાય અમે અમેરિકાને અમારી રીતે સુરક્ષિત રાખીશું.

 

Cricket Score

WhatsApp Registraltion

Close