કેરેબિયન સમુદ્રમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ, સુનામી એલર્ટ જાહેર

Date:2018-01-10 12:23:06

Published By:Jay

વોશિંગ્ટન: કેરેબિયન સમુદ્રમાં મંગળવારે અડધી રાત પછી 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુનાઇટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સર્વે (USGC) પ્રમાણે, ભૂકંપ મંગળવારે સાંજે 7.00 વાગે (ભારતીય સમય પ્રમાણે બુધવારે વહેલી સવારે 5.30 વાગે) જમૈકાની પશ્ચિમ બાજુએ 10 કિમી ઊંડે આવ્યો હતો. એવી આશંકા દર્શાવવામાં આવી રહી છે કે ભૂકંપના કારણે અહીંયા સુનામી પણ આવી શકે છે. USGC પણ ચેતવણી આપી છે કે કેરેબિયન સમુદ્રમાં ભૂકંપ કેન્દ્રથી એક હજાર કિલોમીટરના ક્ષેત્રમાં સુનામીની લહેરો ઉઠી શકે છે. તેમાં કેરેબિયન ટાપુ, સેન્ટ્રલ અમેરિકા અને મેક્સિકો તેમજ યુનાઇટેડ સ્ટેટ્સના કેટલાંક હિસ્સાઓનો સમાવેશ થાય છે. ભૂકંપથી થયેલા નુકસાન વિશે હાલમાં કોઇ જાણકારી નથી.

NTWCએ મેક્સિકો, ક્યૂબા, જમૈકા, બેલીઝ, કેમન દ્વીપસમૂહ અને હૌંડરસના કેટલાક તટો પર સુનામી એલર્ટ જાહેર કર્યું છે, અહીંયા, 3.3 ફૂટ ઊંચી સુનામીની લહેરો ઉઠી શકે છે. પોર્ટો રીકો, યુએસ વર્જિન દ્વીપસમૂહ અને બ્રિટિશ વર્જિન દ્વીપસમૂહ પર 1 ફૂટ ઊંચી સુનામી લહેરો ઉઠવાની આશંકા છે. અહીંયા લોકોને ઝડપથી સુરક્ષિત સ્થળો પર જવા માટે કહેવામાં આવ્યું છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close