આ કોંગ્રેસી મુખ્યમંત્રી ચાલુ પત્રકાર પરિષદમાં જ ઉંઘી જતાં ઉડી કેવી મજાક? જાણો વિગત

Date:2018-01-10 12:51:54

Published By:Jay

નવી દિલ્હીઃ સિદ્ધારમૈયાને લઈને ફરી એક વખત ટ્વિટર પર મજાક ઉડી રહી છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા ફરી એક વખત સ્ટેજ પર ઉંઘતા ઝડપાઈ ગયા છે. મડીકેરીમાં કોંગ્રેસના યોજાયેલ એક કાર્યક્રમમાં તેએ ઉંઘતા ઝડપાઈ ગયા છે જેનો વીડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહ્યો છે.

 જોકે આ પહેલી ઘટના નથી જ્યારે સિદ્ધરમૈયા આ રીતે જાહેરમાં ઉંઘડતા ઝડપાઈ ગયા હોય. આ પહેલા પણ ઘણી વખત તેઓ જાહેરમાં ઉંઘડતા ઝડપાયા છે. મડીકેરીમાં કોંગ્રેસના યોજાયેલા એક કાર્યક્રમમાં સિદ્ધરમૈયા ઉપરાંત અનેક મહાનુભવો સ્ટેજ પર હતા. મુખ્યમંત્રી પ્રથમ હરોળમાં બેઠા હતા જોકે કોઈએ તેમની ઉંખમાં ખલેલ પહોંચાડવાની હિંમત કરી ન હતી.

 ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સિદ્ધરમૈયા જાહેર સ્થળ પર ઉંઘડતા ઝડપાયા હતા. 26 મે, 2017ના રોજ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં તેઓ ઉંઘી ગયા હતા. જોકે આ વખતે આ ઘટનાને લઈને ટ્વિટ પર તેમની ખૂબ મજાક ઉડી રહી છે.

 ટ્વિટર પર એક યૂઝરે કહ્યું, સિદ્ધરમૈયા એટલા માટે ઊંઘી ગયા છે કારણે તેમને યૂપી ન મળ્યું. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે, ગુડ મોર્નિંગ સિદ્ધરમૈયા, ઝડપથી ઉઠી જાવ. અન્ય એક યૂઝરે રાહુલ ગાંધી અને સિદ્ધરમૈયાની બન્નેની ઊંઘતા હોય તેવી તસવીર પોસ્ટ કરી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close