સિંગલ બ્રાંડ રીટેલમાં 100% FDIને મંજૂરી, એવિએશનમાં નિયમો થશે સરળ

Date:2018-01-10 15:46:52

Published By:Jay

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જનરલ બજેટ પહેલા એફડીઆઇમાં સુધારાનું વધુ એક પગલું લીધું છે. કેબિનેટે બુધવારે સિંગલ બ્રાંડ રીટેલમાં 100 ટકા એફડીઆઇના ઓટોમેટિક રૂટને મંજૂરી આપી છે. તે ઉપરાંત કેબિનેટે બુધવારે સિંગલ બ્રાંડ રીટેલમાં 100 ટકા એફડીઆઇના ઓટોમેટિક રૂટને મંજૂરી આપી છે. તે ઉપરાંત કેબિનેટે કન્સ્ટ્રક્શન અને એવિએશન સેક્ટરમાં એફડીઆઇના નિયમોને વધુ સરળ બનાવવાના પ્રસ્તાવોને પણ મંજૂરી આપી છે. તેનાથી એર ઇન્ડિયામાં ડિસઇન્વેસ્ટમેન્ટનો માર્ગ સરળ બન્યો છે.

એવિએશન અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પણ ઓટોમેટિક રૂટથી 100 ટકા એફડીઆઇને મંજૂરી કેબિનેટે સિંગલ બ્રાંડ રીટેલ ઉપરાંત એવિએશન તેમજ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા એફડીઆઇને મંજૂરી આપી છે. એવું મનાય છે કે કેન્દ્ર સરકારે એર ઇન્ડિયામાં ડિસઇવેસ્ટમેન્ટના પ્રસ્તાવને ધ્યાનમાં રાખીને એવિએશન સેક્ટરમાં 100 ટકા એફડીઆઇને ઓટોમેટિક રૂટથી મંજૂરી આપી છે.
કેબિનેટે એર ઇન્ડિયામાં 49 ટકા એફડીઆઇના પ્રસ્તાવને એપ્રુવલ રૂટથી મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે 2014માં જ સિંગલ બ્રાંડ રીટેલમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપી હતી. તે પછી વિદેશી રીટેલ કંપનીઓ જેવી કે આઇકિયા અને નાઇકે ભારતના બજારમાં પ્રવેશ કર્યો હતો. હવે સિંગલ બ્રાંડ રીટેલમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી ઓટોમેટિક રૂટથી મળવાનો અર્થ એ છે કે હવે વિદેશી કંપનીઓને ક્લિયરન્સની પ્રક્રિયામાંથી પસાર નહિ થવું પડે અને હવે તેમના માટે ભારતમાં રોકાણ કરવાનું સરળ બનશે. મનાય છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી અનેક વિદેશી રીટેલ કંપનીઓ ભારતમાં આવી શકે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close