નારાયણ મૂર્તિના જમાઇ બ્રિટિશ પીએમ થેરેસા મેની ટોપ સેક્રેટરી ટીમમાં સામેલ

Date:2018-01-10 15:55:23

Published By:Jay

બ્રિટિશ -ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એનઆર નારાયણમૂર્તિના જમાઇને બ્રિટિશ વડાપ્રધાન ટેરેસા મેએ પોતાની સરકારમાં સામેલ કર્યા છે. ટેરેસા મેએ સોમવારે કરેલા પોતાના મંત્રિમંડળ અને સચિવોના ફેરબદલમાં નારાયણ મૂર્તિના જમાઇ ઋષિ સુનકને મહત્વનું પદ સોંપ્યું છે. 36 વર્ષીય ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ ઋષિને બ્રિટનના હાઉસિંગ, કોમ્યુનિટીઝ અને લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રીમાં સંસદીય રાજ્ય સચિવ બનાવ્યા છે.

ટેરેસા મેની ઓફિસ તરફથી મંગળવારે મોડી રાત્રે કરવામાં આવેલા ટ્વીટમાં આ જાણકારી આપવામાં આવી છે. જેમાં સાંસદ ઋષિ સુનકને બ્રિટનના હાઉસિંગ, કોમ્યુનિટીઝ અને લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રીમાં સંસદીય રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા છે.

ઋષિએ 2015માં દેશમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં નોર્થ યોર્કશાયરમાં રિચમંડ સાંસદીય ક્ષેત્રથી ચૂંટણી જીતી હતી. ઓક્સફોર્ડ ગ્રેજ્યુએટ સુનકે 2014માં રાજનીતિમાં આવતા પહેલાં તેઓએ લંડન આધારિત એક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બનાવી હતી. તેની કંપની નાના બ્રિટિશ બિઝનેસમેનને રોકાણ કરવા માટે 1 બિલિયન પાઉન્ડની રકમ આપી ચૂકી છે. નારાયણ મૂર્તિની દીકરી આક્શતા મૂર્તિ અને સુનક સ્ટેનફોર્ડ બિઝનેસ સ્કૂલમાં ક્લાસમેટ હતા. ત્યારબાદ તેઓએ લગ્ન કરી લીધા. આ કપલને બે દીકરીઓ છે.

Cricket Score

WhatsApp Registraltion

Close