તુર્કીમાં સ્કીઈંગ કોમ્પિટીશનમાં આંચલે ભારતને પહેલીવાર અપાવ્યો મેડલ

Date:2018-01-10 16:09:20

Published By:Jay

નવી દિલ્હીઃ ભારતની આંચલ ઠાકુરે મંગળવારે ઇન્ટરનેશનલ સ્કીઇંગ કોમ્પિટીશનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. તેની સાથે તે આ રમતમાં ભારતને મેડલ અપાવનારી પહેલી ખેલાડી બની ગઈ છે. 21 વર્ષીય આંચલે આ મેડલ તુર્કીમાં ચાલી રહેલી અલ્પાઇન એજ્ડર 3200 કપમાં જીત્યો. આ જીત પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅખે ટ્વિટ કરી તેને શુભેચ્છાઓ પાઠવી છે. આ ઉપરાંત ખેલ રાજ્યમંત્રી રાજ્યવર્ધન રાઠોડે પણ આંચલને મેડલ જીતવા પર ખુશી જાહેર કરી છે.

મોદીએ ટ્વિટમાં લખ્યું, સ્કીઇંગમાં ઇન્ટરનેશનલ મેડલ જીતવા માટે અભિનંદન. સમગ્ર દેશ તમારી આ ઐતિહાસિક જીત પર ઉત્સાહિત છે. ભવિષ્ય માટે શુભેચ્છાઓ. આ ઉપરાંત ખેલ રાજ્યમંત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું, તુર્કીમાં FIS ઇન્ટરનેશનલ સ્કીઇંગ કોમ્પિટીશનમાં બ્રોન્ઝ જીતવા માટે આંચલને અભિનંદન. આમેડલથી સ્કીઇંગમાં ભારતનું ખાતું ખુલ્યું. ખૂબ સરસ.

આંચલ હિમાચલ પ્રદેશના મનાલીમાં એક નાનકડા ગામ બરૂઆની રહેવાસી છે. તેમના પિતા રોશન ઠાકુર વિન્ટર ગેમ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WGFI)ના સેક્રેટરી જનરલ છે. આંચલને પોતાની શરૂઆતની ટ્રેનિંગ પિતા પાસેથી મળી. તે પછી તેમની સ્કિલ્સને જોતા પૂર્વ ઓલિમ્પિયન હીરાલાલે તેને ટ્રેઇન કરી. આંચલ પહેલા ભારતને ઓસ્ટ્રિયાના ઇન્સબ્રકમાં 2012 વિન્ટર યુથ ઓલિમ્પિક્સમાં પણ રિપ્રેઝન્ટ કરી ચૂકી છે. તેમાં તેમણે અલ્પાઇન સ્કીઇંગમાં હિસ્સો લીધો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close