6 મહિલા ઓફિસર્સે દરિયાઈ તોફાનોનો કર્યો સામનો, નેવીએ કર્યા વખાણ

Date:2018-01-11 14:40:29

Published By:Jay

નવી દિલ્હી: દુનિયાની પરિક્રમા પર નીકળેલી 6 મહિલા નેવી ઓફિસરોને પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ તોફાનનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે ઓફિસર ફોકલેન્ડ આઈસલેન્ડ પહોંચવાના હતા. જોકે ઓફિસરોએ તોફાનનો બહાદુરીથી સામનો કર્યો હતો અને તેમની બોટ ખૂબ સારી રીતે બહાર કાઢી લીધી હતી. મહિલા ઓફિસરોએ તોફાનનો સામનો કર્યો હતો તેનો વીડિયો પણ જાહેર કર્યો છે.

નેવીનું કહેવું છે કે, મહિલા ઓફિસરોએ ખૂબ બહાદુરી બતાવી અને તેમની બોટ તોફાનમાંથી બહાર કાઢી લીધી હતીઆ મહિલા ઓફિસર 55 ફૂટની બોટમાં મુસાફરી કરી રહ્યા હતા. ઓફિસર્સ 6 મહિનાની દરિયાઈ પરિક્રમા માટે નીકળી છે. મહિલા ઓફિસરોએ દરિયામાં શિપ ચલાવવા માટેને ટ્રેનિંગ પણ લીધી છે.

10 સપ્ટેમ્બરે મહિલા ઓફિસર્સની ટીમ દરિયાઈ પરિક્રમા માટે નીકળી છે. સુરક્ષામંત્રી નિર્મલા સીતારમણે પણજીમાં ટીમને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ દુનિયાની પહેલી એવી શીપ છે જેની દરેક ક્રૂ મેમ્બર્સ મહિલાઓ છે.

પીએમએ લખ્યું હતું કે, આ દિવસ ખૂબ ખાસ છે કે નેવીની 6 મહિલા ઓફિસર આઈએનએસવી શીપ સાથે દુનિયાની પરિક્રમા માટે નીકળી છે. દેશના લોકો નરેન્દ્ર મોદી એપ દ્વારા મહિલા ઓફિસર્સની ટીમને શુભેચ્છા આપીને તેમનું મનોબળ વધારી શકે છે. આ યાદગાર મુસાફરી માટે આખો દેશ આ મહિલાઓની સાથે છે. પરિક્રમા 5 ફેઝમાં પૂરી થશે. આ દરમિયાન ટીમ રેશન અને શિપના મેઈન્ટેનન્સ માટે ચાર બંદર ફ્રેમન્ટલ (ઓસ્ટ્રેલિયા), લિટલેટન (ન્યૂઝીલેન્ડ), પોર્ટ સ્ટેનલે (ફોકલેન્ડ) અને કેપટઉન (દક્ષિણ આફ્રિકા) રોકાશે. દરિયાઈ માર્ગે દુનિયાનું પરિભ્રમણ કરીને આ ટીમ માર્ચ 2018માં ભારત પરત આવશે.

આ સાગરની પરિક્રમાની તૈયારી દરમિયાન વાઈસ એડમિરલ એકે ચાવલાએ કહ્યું હતું કે, સમુદ્રી યાત્રા માટે આ દરેક મહિલા ઓફિસર્સ ખૂબ ટ્રેન્ડ છે. અને તેઓ માત્ર દરિયાની જ પરિક્રમા નહીં કરે પરંતુ તેમનો એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવશે. તેઓ એક મિસાલ બનાવવા જઈ રહ્યા છે. આ રેકોર્ડ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે હશે.

Cricket Score

WhatsApp Registraltion

Close