હેલિકોપ્ટરમાંથી નીચે પડતા સેનાના 3 જવાન ઘાયલ, તપાસના આદેશ

Date:2018-01-11 14:46:27

Published By:Jay

નવી દિલ્હી: અહીંયા આર્મી ડે માટે કરવામાં આવી રહેલી પ્રેક્ટિસ દરમિયાન સેનાના ત્રણ જવાન હેલિકોપ્ટરમાંથી પડીને ઘાયલ થઇ ગયા. જોકે તેઓ ખતરાની બહાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જવાનો એક દોરડાની મદદથી હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે દોરડું અચાનક ખૂલી ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં લગાવેલા બૂમમાં ગરબડ હોવાને કારણે આવું થયું. ઘટના 9 જાન્યુઆરીની છે પરંતુ તેની જાણકારી ગુરુવારે આપવામાં આવી છે. સેનાએ મામલાની તપાસના આદેશ આપી દીધા છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય સેના 15 જાન્યુઆરીના રોજ પોતાનો આર્મી ડે ઊજવશે. આ દિવસે સ્પેશિયલ પરેડ યોજવામાં આવે છે. જવાન દિલ્હીમાં તેની જ તૈયારી કરી રહ્યા હતા.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હેલિકોપ્ટર હવામાં સ્થિર છે. તેમાંથી લટકાવેલા દોરડાને પકડીને એક પથી એક જવાન ઝડપથી નીચે ઉતરી રહ્યા છે. એક જવાન સુરક્ષિત નીચે ઉતરી જાય છે. બીજો પણ લગભગ નીચે પહોંચી ચૂક્યો હોય છે. ત્રીજો જવાન વચ્ચે હતો. તે પછી ચોથો જવાન જેવો હેલિકોપ્ટરમાંથી નીકળીને થોડોક નીચે આવ્યો કે ત્યારે જ ઉપરથી દોરડું છટકીને નીચે આવી ગયું અને તેની સાથે જ ત્રણેય જવાનો પણ જમીન પર પડ્યાં. ન્યુઝ એજન્સીએ આર્મી સોર્સના હવાલાથી જણાવ્યું કે ત્રણેય જવાનોને ઇજા થઇ છે. જોકે ત્રણેય હવે ખતરાની બહાર છે.

Cricket Score

WhatsApp Registraltion

Close