આતંકીઓને મારો નહીં, આપણાં ભાઈ છેઃ PDP MLA

Date:2018-01-11 14:52:47

Published By:Jay

જમ્મુ-કાશ્મીર-જમ્મુ-કાશ્મીરના એક સાંસદે ગુરૂવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પીડીપી સાસંદ એજાજ અહેમદ મીરે કહ્યું કે, કાશ્મીરના આતંકવાદીઓને મારી ના શકાય. તેઓ અમારાં ભાઇ છે. નિવેદન પર કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી કહ્યું કે, આતંકી અને અલગાવવાદી દેશના દુશ્મન છે, તેમની સાથે આવો વ્યવહાર થવો જોઇએ. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં બીજેપી-પીડીપી ગઠબંધનની સરકાર છે.

ન્યૂઝ એજન્સી એએનઆઇના જણાવ્યા અનુસાર, મીરે કહ્યું, આપણે આતંકવાદીઓના મોત પર ઉત્સવ ના મનાવવો જોઇએ. આપણી સામૂહિક નિષ્ફળતા છે. અમને દુઃખ થાય છે જ્યારે સિક્યોરિટી ફોર્સના જવાન શહીદ થાય છે. આપણે જવાનો અને આતંકવાદીઓના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઇએ. મીરે એમ પણ કહ્યું, જે કાશ્મીરના આતંકવાદીના મોત થયા છે, તેઓ શહીદ છે. તે અમારાં ભાઇ છે, જેમાંથી કેટલાંક તો માઇનોર છે. તેઓને પણ જાણ નથી કે, તેઓ શું કરી રહ્યા છે. નકવીએ કહ્યું, આતંકી અને અલગાવવાદી કાશ્મીર, કાશ્મીરીઓ, વિકાસ અને શાંતિના દુશ્મન છે. તેઓને કોઇ પોતાના ભાઇ કેવી રીતે ગણી શકે છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close