ટેક્નિકલ કોલેજોની ફી જાહેર, 212 કોલેજની ફી વધી, માત્ર 19ની ઘટી

Date:2018-01-11 14:59:11

Published By:Jay

અમદાવાદ: રાજ્યની સ્વનિર્ભર એન્જિનિયરિંગ અને ફાર્મસીની ફી નક્કી કરવા માટે રચાયેલી ફી રેગ્યુલેટરી કમિટીએ આજે વર્ષ 2017-18થી 2019-20ના 3 વર્ષની ફી જાહેર કરી છે. જેમાં 613 કોલેજોએ ફી અંગેની દરખાસ્ત કમિટી સમક્ષ રજૂ કરી હતી. જેમાં 39 કોલેજો બંધ થઈ ગઈ છે. જ્યારે 564 કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે. એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીની 113 કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે 212 કોલેજોની ફી વધી, જ્યારે માત્ર 19 કોલેજોની ફી ઘટી છે.

ફી નિર્ધારણ સમિતિ દ્વારા સ્વનિર્ભર એન્જિનિયરિંગ અને ટેકનિકલ કોલેજોની દરખાસ્તોને આધારે નવું ફી નિર્ધારણ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કુલ 574 કોલેજોમાંથી 19 સંસ્થામાં ફી ઘટાડો કરેલો છે. જ્યારે 434 સંસ્થામાં કોઈ ફી વધારો કર્યો નથી. તેમજ 121 સંસ્થામાં ફી વધારો કરવામાં આવ્યો છે. જે પૈકી 31 સંસ્થાઓને પાંચ ટકાની મર્યાદામાં 41 સંસ્થાઓને 10 ટકાની મર્યાદામાં અને 49 સંસ્થાઓને 15 ટકા સુધીની મર્યાદામાં ફી વધારો મંજુર કરવામાં આવ્યો છે. આમ 574માંથી 121 સંસ્થાઓને મહત્તમ 15 ટકા સુધીનો વધારો આપવામાં આવ્યો છે. જે કુલ સંસ્થાના 21 ટકા જેટલો થાય છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close