એરસેલ-મેક્સિસ: ‘ખુશ’ થવા પર ચિદમ્બરમના છોકરાને બરાબર ખખડાવ્યા

Date:2018-01-11 15:37:22

Published By:Jay

નવી દિલ્હી-પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમને 2G કૌભાંડ સાથે જોડાયેલા એરસેલ મેક્સિસ ડીલ કેસની સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે જોરદાર ખખડાવ્યા છે. બુધવારના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપર મિશ્રા કેસની સુનવણીથી પોતાને અલગ કરી લીધા હતા. ગુરૂવારના રોજ નવી બેન્ચની તરફથી સુનવણી દરમ્યાન કાર્તિના વકીલ કહ્યું કે અમે ખુશ છીએ કે હવે તમે કેસની સુનવણી કરી રહ્યાં છો.

તેના પર બેન્ચ કાર્તિ અને તેના વકીલને ખખડાવતા કહ્યું કે અમારી સામે પ્રકારના શબ્દોનો ઉપયોગ ના કરો. અમે તમને ખુશ કરવા માટે નહીં પરંતુ સંવૈધાનિક જવાબદારી ચૂકવવા માટે અહીં છીએ. તમારે કોર્ટની ગરિમા બનાવી રાખવી જોઇએ. આપને જણાવી દઇએ કે કહેતા ચીફ જસ્ટિસ કેસની સુનવણીથી પોતાને અલગ કરી લીધા હતા કે તેઓ દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહેતા કેસને સાંભળ્યો હતો. એવામાં તેઓ ફરીથી કેસની અરજી પર સુનવણી કરવા માંગતા નથી.

સીજેઆઇ દીપક મિશ્રાએ કહ્યું હતું કે મેં દિલ્હી હાઇકોર્ટમાં 2G કેસની સુનવણી કરી હતી. બેન્ચ કહ્યું હતું કે જસ્ટિસ અરૂણ મિશ્રાના નેતૃત્વવાળી બીજી બેન્ચ કેસની સુનવણી કરશે, જે પહેલેથી બીજા કેટલાંય કેસોને સાંભળી રહી છે.

કાર્તિ ચિદમ્બરમ અને એડવાન્ટેજ સ્ટ્રેટેજીક કન્સલટિંગ પ્રાઇવેટ લિમિટેડ સહિત બે કંપનીઓએ એરસેલ-મેક્સિસ સોદાથી સંબંધિત રકમના મની લોન્ડ્રિંગ કેસમાં પોતાની સંપત્તિ જપ્તા કરવાના ઇડીના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close