ગુજરાતમાં રીલિઝ નહીં થાય ફિલ્મ 'પદ્માવત'- CM રૂપાણીનું નિવેદન

Date:2018-01-12 14:49:18

Published By:Jay

ગાંધીનગરઃ સંજય લીલા ભણશાલી નિર્દેશિત 'પદ્માવત'ને લઈ વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. 12 જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું હતું કે, 'ગુજરાતમાં ફિલ્મ પદ્માવત રીલિઝ થશે નહીં'. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા ગત વર્ષના નવેમ્બર માસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ફિલ્મ રીલિઝ પર પ્રતિબંધ મુક્યો હતો. હાલ તેમણે પ્રતિબંધ ચાલુ રહેવાની જાહેરાત કરી છે.

દીપિકા પાદુકોણશાહિદ કપૂર અને રણવીરસિંહ સ્ટારર ફિલ્મ 'પદ્માવતી' નામ બદલીને 'પદ્માવત' કરી 25 જાન્યુઆરીના રોજ રીલિઝ કરવાની જાહેરાત થઈ ગઈ છે. હાલ સંજય લીલા ભણશાલીની ફિલ્મને લઈને દેશભરમાં વિરોધ થયો છે અને 25 જાન્યુઆરી પણ થિયેટરમાં તોડફોડ થાય તેવી પૂરી શક્યતા છે. સેન્સર બોર્ડ પ્રમુખ પ્રસૂન જોષી પાસે ફિલ્મમાં 26 કટ્સની માંગણી કરવામાં આવી હતી પરંતુ તેમણે પાંચ સુધારા સાથે ફિલ્મને પાસ કરી દીધી છે.

 

પાંચ સુધારા સાથે થશે રીલિઝ

1. ફિલ્મનું નામ પદ્માવતીથી પદ્માવત

2. 'ઘુમર' ગીતમાં સુધારા

3. ફિલ્મના સતીપ્રથા સાથે કોઈ સંબધ નહી

4. કલ્પનાના આધારે ફિલ્મ રિલીઝ થશે

5. ઐતિહાસિક સ્થળો પર થયેલી શૂટિંગના સ્પોટ બદલાયા

 

Cricket Score

WhatsApp Registraltion

Close