સુરતઃ સ્પાઈસ જેટની ફ્લાઈટ કેન્સલ થતાં પેસેન્જરના એરપોર્ટ પર ઉપવાસ

Date:2018-01-12 14:54:03

Published By:Jay

સુરતઃ સ્પાઈસ જેટલની સુરતથી દિલ્હી જતી ફ્લાઈટ કેન્સલ થતાં એક પેસેન્જર એરપોર્ટના પરિસરમાં ઉપવાસ પર ઉતરી ગયો હતો. પેસેન્જરે ત્રણેક મહિના અગાઉ ફ્લાઈટ બુક કરાવી હતી. પરંતુ આજે જ્યારે તે એરપોર્ટ પર આવ્યો ત્યારે તેને જાણ થઈ હતી. જ્યારે તેણે આક્ષેપ લગાવ્યો હતો કે, ઈન્ટરનેટ પર સ્પાઈસ જેટ દ્વારા કોઈ જાહેરાત કરાયા વગર ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવતાં તે ઉપવાસ પર ઉતર્યો છે.

ઉપવાસ પર બેઠેલા રાકેશ રાય નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેણે ત્રણેક મહિના અગાઉ સ્પાઈસ જેટની ફ્લાઈટ બુક કરાવી હતી. જેમાં તે વાયા દિલ્હી કરીને ઈન્ડિગોની ફ્લાઈટ મારફતે પટના જવાનો હતો. પરંતુ આજે સ્પાઈસ જેટની ફ્લાઈટ બંધ થતાં તેનો કાર્યક્રમ અટવાયો છે. બીજી તરફ ઈન્ટરનેટ પર સ્પાઈસ જેટ દ્વારા એવી કોઈ જાહેરાત કરાઈ નહોતી. જેથી તે એરપોર્ટ પર પહોંચી ગયો હોવાનો આરોપ તેણે કર્યો હતો.

સ્પાઈસ જેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત દિલ્હીની ફ્લાઈટ અમુક દિવસો માટે કેન્સલ કરી હોવાનું અગાઉ તેમણે જણાવી દીધું હતું. પરંતુ પેસેન્જરના ધ્યાનમાં આવ્યું નહી હોય. હાલ તેમની સાથે ચર્ચા કરીને તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close