ISROનો નવો ઈતિહાસ, 31 સેટેલાઈટ સાથે લોન્ચ કર્યો 100મો ઉપગ્રહ

Date:2018-01-12 15:59:44

Published By:Jay

બેંગલુરુ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે એક નવો ઈતિહાસ રચ્યો છે. શ્રીહરી કોટા સેન્ટરથી ઈસરોએ આજે 31 સેટેલાઈટ્સ સાથે 100મો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. PSLV-C40 દ્વારા ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. સિવાય સિંગલ મશિનથી 30 અન્ય સેટેલાઈટ મોકલવામાં આવ્યા છે. તેમાંથી 28 વિદેશી છે. બીજી વખત ઈસરો દ્વારા એક સાથે આટલા સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે એક સાથે 104 સેટેલાઈટ ઓર્બિટમાં મોકલીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો. તેમાંથી મોટા ભાગના વિદેશી હતા. વડાપ્રધાને ઈસરોની સિદ્ધી સમયે તેમને ટ્વિટ કરીને શુભેચ્છા પણ પાઠવી છે.

 

દરેક સેટેલાઈટનું સફળતા પૂર્વકના લોન્ચિંગ પછી ઈસરોના ચેરમેન એએસ કિરણ રાવે કહ્યું- પીએસએલવીની પહેલાની લોન્ચિંગમાં થોડો પ્રોબ્લેમ આવ્યો હતો. આજે અમને તે સાબીત થઈ ગયું કે અમે તેને સમજી શક્યા છે અને તેથી તેને લોન્ચ કરવામાં મદદ મળી છે. દેશને નવા વર્ષની આ ગીફ્ટ આપીને ખુશી થઈ છે.

અન્નાદુરેએ જણાવ્યું કે, મિશન સાશે કુલ 31 સેટેલાઈટ મોકલવામાં આવી રહ્યા છે. મેન પે-લોડ કાર્ટોસેટ સીરીઝનો ત્રીજો સેટેલાઈટ છે. બાકી 28 વિદેશી સેટેલાઈટ છે. ભારતનો ત્રીજો સેટેલાઈટ માઈક્રો સેટેલાઈટ છે. જેનુ વજન 100 કિલો છે. તે સૌથી છેલ્લે અવકાશમાં પહોંચશે.

આ મિશનમાં પીએસએલવી-સી 40 દ્વારા કુલ 1323 કિલો વજનના સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં કાર્ટોસેટ-2નું વજન 710 કિલો છે જ્યારે બાકી 30 સેટેલાઈટનું વજન 613 કિલોનું છે.

Cricket Score

WhatsApp Registraltion

Close