કેન્દ્ર સરકારે હજ યાત્રીઓને મળતી સબસિડી બંધ કરી દીધી

Date:2018-01-17 13:08:02

Published By:Jay

નવી દિલ્હી-કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવેથી હજ યાત્રીઓને મળનારી સબસિડી ખતમ કરી દીધી છે. હવેથી હજ યાત્રા પર જનારા લોકોને જોઈ સબસિડી નહીં મળે. દર વર્ષે 1.75 લાખ હજ યાત્રીઓને સુવિધાનો લાભ આપવામાં આવતો હતો. જેના પર સરકારે વાર્ષિક 700 કરોડ રૂપિયાનો ખર્ચ વેઠવો પડતો હતો. સુપ્રીમ કોર્ટએ આપેલા આદેશનું સરકારે પાલન કર્યું છે.

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી હજ યાત્રીઓને આપવામાં આવતી સબસિડી બંધ કરવામાં આવી રહી છે. નિર્ણય તૃષ્ટિકરણ વગર અલ્પસંખ્યકોને સશક્ત બનાવવાની સરકારની નીતિનો એક ભાગ છે.

ઉલ્લેખનીય છે કે 2012માં સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં હજ સબસિડીનો ધીમે ધીમે વર્ષ 2022 સુધીમાં અંત લાવવા આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હજ સબસિડી પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે. જોકે સરકાર હજ યાત્રીઓનો ખર્ચ બચે તે માટે હવાઈ મુસાફરીની સાથો સાથ સમુદ્ર માર્ગે મુસાફરીના વિકલ્પો આપશે.

કેન્દ્ર સરકારે નવી હજ નીતિ અંતર્ગત નિર્ણય લીધો છે. અગાઉ મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને મેહરમ (પિતા અથવા સગા ભાઈ)વગર હજ યાત્રા પર જવાની મંજુરી આપી હતી. હવે સરકારે હજ યાત્રીઓને આપવામાં આવતી સબસિડી બંધ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રિય અલ્પસંખ્યક બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, હવેથી સરકાર હજ યાત્રીઓને સબસિડી નહીં આપે. વર્ષે 1 લાખ 75 હજાર લોકો હજ યાત્રાએ જવાના છે.

નકવીએ કહ્યું હતું કે, હજ યાત્રા દરમિયાન મળનારી સબસિડીનો લાભ ગરીબ અને જરૂરિયાત ધરાવતા મુસલમાનોને મળતો હતો. સબસિડીનો લાભ એજન્ટો ઉઠાવતા હતાં. માટે હજ યાત્રા સબ્સિડી બંધ કરવામાં આવી છે. આઝાદી બાદ પહેલીવાર હવે ભારતીય મુસલમાન સબસિડી વગર હજ યાત્રા કરશે.

કેન્દ્રિય અલ્પસંખ્યક મંત્રીએ કહ્યું હતું કે, હજ યાત્રા પર જનારા ગરીબ મુસલમાનો માટે મોદી સરકારે અલગ વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું હતું કે, આવનાર દિવસોમાં સમુદ્ર માર્ગે હજ યાત્રાની સુવિધા પુરી પાડવામાં આવશે. જેનાથી હજ યાત્રા આપોઆપ સસ્તી થઈ જશે. હજ સબસિડી ફંડનો ઉપયોગ અલ્પસંખ્યક સમુદાયની બાળકીઓ અને મહિલાઓને શિક્ષણ આપવા માટે ખર્ચવામાં આવશે તેમ નકવીએ જણાવ્યું હતું.

જોકે તાજેતરમાં સાઉદી અરબ અરકારે ભારતીય હજ યાત્રીઓ માટે મળતા કોટામાં 5 હજારની વૃદ્ધિ કરી આપી છે. ઉલ્લેખનીય છે કે સરકાર નિર્ણયથી હજ યાત્રા કારાવનારા કોન્ટ્રાક્ટરોની પ્રક્રિયાને પારદર્શી બનાવવા માંગતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2018 દરમિયાન અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે હજ યાત્રીઓ હજ યાત્રાએ જશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close