મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે આજે વસંતપંચમીએ ચાર્જ સંભાળી લેશે આનંદીબેન

Date:2018-01-22 10:54:52

Published By:Jay

મધ્યપ્રદેશ-ગુજરાતમાં ઉજ્જવળ કારકિર્દિ મેળવ્યા પછી પોતાની રાજ્યપાલ તરીકેની નવી ઈનિંગ્સની શરૂઆત આનંદીબેન કરવા જઈ રહ્યાં  છે. આજે વસંતપંચમીના શુભ દિવસે તેઓ મધ્યપ્રદેશ જવા રવાના થઈ ગયા છે. તેઓ રાજ્યપાલ તરીકેનો હવાલો સંભાળી લેશે. તેઓ ગુજરાતને રામ રામ કરીને મધ્યપ્રદેશ જવા રવાના થઈ ગયા છે.

 આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેનો હવાલો સંભાળી લેતા કાર્યકારી રાજ્યપાલ ઓપી કોહલીની જવાબદારી ઓછી થશે. મધ્યપ્રદેશમાં ચૂંટણી માથા પર છે ત્યારે રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલની વિશેષ ભૂમિકા રહેશે. હાલમાં મધ્યપ્રદેશમાં ભાજપના શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રી તરીકે છે.

આનંદીબેન પટેલની મધ્યપ્રદેશના 26માં રાજ્યપાલ તરીકે આવતીકાલે  શપથવિધિ યોજાશે.  પહેલાં તેઓ  ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના દર્શન કરશે. મહાકાલેશ્વરના આશીર્વાદ લઈને તેઓ ભોપાલ જશે. આવતીકાલે મંગળવારે શપથવિધિ યોજાશે. તે સાથે તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળી લેશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close