કરનાલમાં ધુમ્મસના કારણે એકબીજાને અથડાઈ 40 ગાડીઓ, 3ના મોત

Date:2018-01-22 16:23:43

Published By:Jay

કરનાલ: કરનાલના કોહંડ નજીક નેશનલ હાઈવે નંબર-1 પાસે ધુમ્મસના કારણે 40 ગાડીઓ એકબીજાને અથડાઈ છે. સોમવારે સવારે ધુમ્મસના કારણે સવારે 8 વાગતા ઘટના બની છે જેમાં 3 લોકોના મોત થયા છે. ઘટનામાં 20થી વધારે લોકો ઘાયલ થયા છે. જેમને કરનાલ, ઘરૌંડા અને પાણીપતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘરૌંડા પોલીસ ઈનચાર્જ હરજિંદર સિંહના જણાવ્યા પ્રમાણે ઘટનામાં એક કાર ચાલકનું મોત થયું છે જેમની ઓળખ પટિયાલામાં રહેતા પલવિંદર તરીકે કરવામાં આવી છે. જ્યારે જે બે બાઈક સવારના મોત થયા છે તેમની ઓળખ કરનાલ જિલ્લાના અરાઈપુરા ગામના નિર્મલ અને કોડંહના મનોજ તરીકે થઈ છે.

સોમવારે સવારે ધુમ્મસ હોવાના કારણે વિઝિબલિટી ઓછી હતી. ત્યારે કરનાલથી દિલ્હી તરફ આવતી ગાડીઓ એકબીજાને અથડાઈ ગઈ હતી. આ એક્સિડન્ટના કારણે અંદાજે એક કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યા સોલ્વ કરી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close