રાહુલના બેસવાના વિવાદે બોલી BJP: અમારા નેતાઓને VIP સીટ પણ નહીં

Date:2018-01-27 13:03:31

Published By:Jay

નવી દિલ્હી: ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન રાહુલ ગાંધી છઠ્ઠી લાઈનમાં બેસાડવાના કારણે વિવાદ થઈ ગયો હતો. વિશે બીજેપીએ કહ્યું કે, અમારા પાર્ટી અધ્યક્ષને તો સમારોહમાં વીઆઈપી સીટ પણ આપવામાં આવતી નહતી. કોંગ્રેસ કહ્યું હતું કે, બીજેપી પરંપરાઓને તોડીને હલકુ રાજકારણ કરી રહ્યું છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે બીજેપીના સપ્રવક્તા અનિલ બલૂનીએ કહ્યું કે, યુપીએની સરકાર સમયે રાજનાથ સિંહ અને નિતિન ગડકરી બીજેપી પ્રેસિડન્ટ હતા. તેમને ગણતંત્ર દિવસના સમારોહ દરમિયાન ક્યાં બેસાડવામાં આવ્યા હતા? કોંગ્રેસની સરકાર સમયે તો બીજેપી નેતાઓને વીઆઈપી સીટ પણ આપવામાં નહતી આવતી. બીજેપી કોંગ્રેસની જેમ સાવ હલકી પ્રવૃતિ ન કરી શકે. અમે સ્વસ્થ લોકતંત્રમાં વિશ્વાસ રાખીએ છીએ.

Cricket Score

WhatsApp Registraltion

Close