રાહુલ ગાંધીએ પહેર્યું 70,000 રુપિયાનું જેકેટ, ભાજપે કર્યો વાર

Date:2018-01-31 11:06:47

Published By:Jay

શિલોંગઃ મેઘાલય ચૂંટણી પહેલા શિલોંગ પહોંચ્યા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ લગભગ 70,000 રુપિયાની કિંમતનું જેકેટ પહેર્યું હતું અને તેઓ એક કોન્સર્ટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. પાછલા વર્ષે ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભામાં કુર્તાનું ફાટેલું ખિસ્સું દેખાડનારા રાહુલ ગાંધીએ આટલું મોંઘું જેકેટ પહેર્યું તેના પર ભાજપે વાર કર્યો છે.

ભાજપના મેઘાલય યુનિટે મંગળવારે ટ્વીટ કરીને રાહુલ ગાંધીના જેકેટ પર નિશાન સાધ્યું છે. ટ્વિટમાં લખ્યું છે કે, “તો રાહુલ ગાંધીજી વ્યાપક ભ્રષ્ટાચાર દ્વારા મેઘાલયના સરકારી ખજાનાને ચૂસ્યા પછી બ્લેક મનીથી સૂટ બૂટની સરકાર? અમારા દુઃખો પર ગીત ગાવાના બદલે તમે મેઘાલયની નકામી સરકારનું રિપોર્ટ કાર્ડ આપી શકતા હતા. તમારી ઉદાસીનતા અમારી મજાક ઉડાવી રહી છે.

ટ્વિટની સાથે ભાજપે જેકેટનો અસલી ફોટો અને તેનો ભાવ પણ પોસ્ટ કર્યો છે, જેકેટ બ્રિટિશ લક્ઝરી ફેશન બ્રાન્ડ બરબરીએ બનાવ્યું છે. બ્લુમિંગડેલ્સ વેબસાઈટ મુજબ જેકેટની કિંમત 68,145 રુપિયા છે. ટ્વિટના માધ્યમથી ભાજપે રાહુલ ગાંધીને તેમના આરોપનો સીધો જવાબ આપ્યો છે જેમાં તેમણે PM મોદીની સરકારને સૂટ-બૂટની સરકાર ગણાવી હતી.

જણાવી દઈએ કે વર્ષ 2015માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની મુલાકાત દરમિયાન PM મોદીએ પોતાના નામવાળો સૂટ પહેર્યો હતો. તે પછી રાહુલ ગાંધીએ તેના પર કટાક્ષ કર્યા હતા. પછી સૂટની હરાજી કરવામાં આવી હતી જેમાં તેને 4 કરોડ 31 લાખ રુપિયા મળ્યા હતા. મેઘાલયની ચૂંટણી માટે પહોંચેલા રાહુલ ગાંદી લગભગ 4 હજાર લોકો સાથે સંગીતનો આનંદ લીધો.

કોંગ્રેસ પૂર્વોત્તર રાજ્યમાં લગભગ 15 વર્ષથી સત્તામાં છે. મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, “અમે જ્યારે આપણી વિવિધતામાં એક સાથે ઉભા રહીએ છીએ તો મજબૂત હોઈએ છીએ. અમારી વિવિધ સંસ્કૃતિ, અલગ-અલગ ભાષાઓ અને વિચારોની ભિન્નતા તરીકે ભારતની શક્તિ છીએ.કોંગ્રેસ ઉપાધ્યક્ષે યુવાનોને આગ્રહ કર્યો કે એકબીજાનું સન્માન અને પ્રેમ કરો જેનાથી દેશ મજબૂત બનશે.

તેમણે કહ્યું, “આપણે જ્યારે એક બીજા સાથે લડીએ છીએ અને અરુચિ ફેલાવીએ છીએ તો આપણે આપણા દેશને મજબૂત નથી કરી રહ્યા પણ તેનાથી દેશ નબળો થાય છે અને આપણે લોકો, આપણો ઇતિહાસ અને ભવિષ્યનું અપમાન કરીએ છીએ.લોકોએ પોતાના ઇતિહાસ, ભાષા અને ધર્મ પર ગર્વ કરવાનું આહ્વાન કરીને કોંગ્રેસ અધ્યક્ષેકહ્યું, “અમને તમારા લોકો પર ગર્વ છે અને અમે તમારા વિચારની રીતનો બચાવ કરીએ છીએ.

 

Cricket Score

WhatsApp Registraltion

Close