મેચ ફિક્સિંગનું ભૂત ફરી ધૂણ્યું,પૂર્વ પાક કેપ્ટન સલમાન બટ સકંજામાં

Date:2018-01-31 18:04:11

Published By:Jay

ઈસ્લામાબાદ – મેચ ફિક્સિંગનો દોષી પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટ ફરી એકવાર મેચ ફિક્સિંગના કેસમાં ફસાતો જાવા મળી રહ્યો છે. આઈસીસીની એન્ટી કરપ્શન યુનિટે તેની પુષ્ટિ કરી છેકે તે હાલમાં જ સંપન્ન થયેલાં અજમાન ઓલ સ્ટાર ટી-૨૦ લીગની તપાસ કરી રહી છે.જ્યાં બટ જાવા મળ્યો હતો.
બટ અને ઝડપી બોલર મોહમ્મદ આસિફ પર સ્પોટ ફિક્સિંગના મામલામાં ૨૦૧૦માં પાંચ વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. આ બંને ખેલાડીઓ પાકિસ્તાનના કેટલાંક અન્ય ખેલાડીઓ સાથે આ ખાનગી ટુર્નામેન્ટનો ભાગ હતા.ટુર્નામેન્ટના પ્રસારણ ફૂટેજ જાયા પછી આઈસીસી હરકતમાં આવ્યું.વીડિયોમાં કેટલાંક ખેલાડીઓને વિવાદિત રીતે આઉટ થતો જાવા મળ્યો જ્યારે અમુકનો વ્યવહાર શંકાસ્પદ હતો. આ ખાનગી લીગને એમિરાત ક્રિકેટ બોર્ડ અને અજમાન ક્રિકેટ પરિષદે ગેરકાયદેસર જાહેર કર્યા હતા.જેના પછી બટ અને આસિફ ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ ખેલાડી હસન રઝા અને મુહમ્મદ ખલીલે તેમાં ભાગ લીધો હતો.
બટે પીટીઆઈને કહ્યુ કે સ્પોટ ફિક્સિંગ મામલામાં ફસાયા પછી આવા વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું. હું ખુશ છું કે આઈસીસી તેની તપાસ કરી રહ્યુ છે.કારણ કે તેમાં અનેક ખામીઓ હતી,મેં ત્યાં માત્ર બે મેચ રમી અને પાછો દુબઈ જતો રહ્યો હતો.તેણે કહ્યુ કે હું ત્યાં ગયો હતો કારણ કે મને લાહોરની વન-ડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહોતો. પરંતુ હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે આ એમેચ્યોર ટુર્નામેન્ટ છે.જ્યાં કોઈ મેચ રેફરી નહોતો,કે કોઈ આઈસીસી એન્ટી કરપ્શન યુનિટનો અધિકારી કે સ્કોરર નહોતા.

Cricket Score

WhatsApp Registraltion

Close