J&Kમાંથી AFSPA હટાવવાનો યોગ્ય સમય નથી, આર્મી સૌથી વધુ અનુશાસિત: મહેબૂબા

Date:2018-02-03 11:10:07

Published By:Jay

જમ્મુ: જમ્મુ-કાશ્મીરની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ રાજ્યમાંથી વિવાદિત આર્મ્ડ ફોર્સ (સ્પેશિયલ પાવર) ઍક્ટ (AFSPA) હટાવવાની ના પાડી દીધી છે. માટે તેમણે રાજ્યની હાલની પરિસ્થિતિનો હવાલો આપ્યો છે. તેમણે કહ્યું કે અમારી સેના આખી દુનિયામાં સૌથી વધુ અનુશાસિત છે.

સીપીએમના નેતા મોહમ્મદ યુસુફ તરિગામીએ AFSPA હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો તો મુખ્યમંત્રીએ કહ્યું, "શું આવી પરિસ્થિતિમાં AFSPA હટાવી શકાય એમ છે? શું આ યોગ્ય છે?"

મહેબૂબાએ આગળ કહ્યું, "ઇન્ડિયન આર્મી દુનિયાની સૌથી અનુશાસિત સેના છે. તે સુરક્ષાને વધુ સારી બનાવવાના પ્રયત્નો કરી રહી છે. તેમના લીધે આજે આપણે અહીંયા છે. તેમાં ઘણા શહીદો થયા છે."

 

મુખ્યમંત્રીએ કહ્યું કે ઘાટીમાં સેનાની હાજરીમાં વધારો સિક્યોરિટીની ખરાબ પરિસ્થિતિનું કારણ છે.તેમણે કહ્યું, "જો પરિસ્થિતિ બગડે, તો સિક્યોરિટી ફોર્સની હાજરી પણ વધશે. જો આતંકવાદ અને પથ્થરબાજીમાં વધારો થશે, તો તમે અહીંયા વધારે પોલીસને જોશો. અમે નથી ઇચ્છતા કે બધું થાય."

 

Cricket Score

WhatsApp Registraltion

Close