બીજી વનડેઃ સા.આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણીમાં 2-0થી આગળ

Date:2018-02-05 09:27:55

Published By:Jay

નવી દિલ્હી-સાઉથ આફ્રિકા વિરૂદ્ધ બીજી વનડે ભારતે જીતી લીધી છે. વિરાટ કોહલીના નિર્ણયને યોગ્ય સાબિત કરતાં ટીમ ઈન્ડિયાના બોલર્સે સાઉથ આફ્રિકાને 118 રનમાં ઓલઆઉટ કરી દીધાં છે. સ્પિનર યુજવેન્દ્ર ચહલ કેરિયરની બેસ્ટ બોલિંગ કરતાં 22 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ પણ 3 વિકેટ લીધી છે. ભારત 1 વિકેટના નુકસાન પર સહેલાયથી 119 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સાથે 6 મેચની વન ડે સીરીઝમાં 2-0થી આગળ થઈ ગયું છે. ડરબનમાં ભારતે 6 વિકેટથી જીત મેળવી હતી.

વનડે રેન્કિંગમાં નંબર વન બનવાની તક


-
ભારત જો 2-0થી બઢત બનાવી લે છે તો દક્ષિણ આફ્રિકા વનડેમાં નંબર વનની રેન્કિંગ ગુમાવી દેશે. ભારતને વનડેમાં નંબર વન સુધી પહોંચ્વા માટે સીરીઝ 4-2થી જીતવી જરૂરી છે.
-
સેન્ચુરિયનના ગ્રાઉન્ડમાં ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે. ગ્રાઉન્ડમાં રમેલાં 11 વનડેમાંથી 4માં જીત હાંસલ કરી છે જ્યારે 5 હાર્યું છે. મેદાન પર ભારતે વર્ષ 2003ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

 

Cricket Score

WhatsApp Registraltion

Close