એક દેશ એક ચૂંટણીને ઈસીની સૈદ્ધાંતિક મંજૂરી, છતાં છે અનેક પડકારો

Date:2018-02-05 09:58:31

Published By:Jay

નવી દિલ્હી-વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવને ચૂંટણી પંચ (ઈસી)  પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, પરંતુ માર્ગમાં અડચણો પણ ઓછી નથી. પ્રથમ પડકાર મુજબ લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવા માટે બંધારણના ઓછામાં ઓછા પાંચ અનુચ્છેદમાં સુધારા કરવા પડશે.

ચૂંટણી પંચે અંગે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે અને જણાવ્યું હતું કે બંધારણમાં સુધારો કરી એક સાથે ચૂંટણી યોજવા માટે વિધાનસભાઓની મુદતમાં વધારો અથવા ઘટાડો કરી શકાય છે. વડાપ્રધાન મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ એક સાથે ચૂંટણીઓ યોજવા માટે બધા પક્ષોને સંગઠિત થવા અનુરોધ કર્યો છે. સરકારે માટે વિપક્ષોને પણ સંમત કરવા પડશે. ઉપરાંત બંધારણમાં પણ સુધારા કરવાની જરૂર પડશે. સુધારાઓમાં લોકસભાની મુદ્ત નક્કી કરતાં અને રાજ્યસભાના સભ્યોની મુદત નક્કી કરતાં અનુચ્છેદ 83માં સુધારો કરવો પડશે. ઉપરાંત વિધાનસભાઓની મુદત નક્કી કરતાં અનુચ્છેદ 172 અને વિધાનસભાના સત્રને સ્થગિત તથા પૂર્ણ કરતાં અનુચ્છેદ 174 અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની જોગવાઈ ધરાવતાં અનુચ્છેદ 356માં પણ ફેરફાર કરવાના રહેશે.

ઉલ્લેખનીય છે કે 1951-52, 1957 અને 1967 સુધી લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે યોજાતી હતી, પરંતુ 1967માં રાજકીય ઉથલપાથલ પછી સ્થિતિ બદલાઈ ગઈ હતી અને ચૂંટણીઓ અલગ અલગ યોજાવવાની શરૂઆત થઈ છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close