પાકિસ્તાન સામે હવે શબ્દો નહીં અમારો વળતો પ્રહાર બોલશે: આર્મી

Date:2018-02-06 10:28:40

Published By:Jay

નવી દિલ્હી-ભારત-પાકિસ્તાનની વચ્ચે 778 કિલોમીટલ લાંબી LoC અને 198 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ પર સપ્ટેમ્બર, 2016માં થયેલ સર્જીકલ સ્ટ્રાઇક બાદ તણાવ સતત વધતો જઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે 2017મા LoC પર 860 વખત સરહદ પારથી સીઝફાયરનું ઉલ્લંઘન થયું. જો કે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC પર પાકિસ્તાન દ્વારા ભારે ગોળીબારમાં રવિવારના રોજ સેનાના ચાર જવાનો શહીદ બાદ સેના પાકિસતાનની વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે.

ગયા વર્ષે 860 વખત થયેલ સીઝફાયરના ઉલ્લંઘનની અંતર્ગત આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ 120 વખત સીઝફાયર કર્યું છે. છેલ્લાં 15 વર્ષના આંકડાની સરખામણીમાં આંકડો સૌથી વધુ છે. આર્મીના મતે વર્ષે 36 દિવસમાં સીઝફાયર ઉલ્લંઘનના મામલા 241ને પાર પહોંચી ગયા છે અને તેમાં 9 ભારતીય જવાન શહીદ થયા છે.

જાણો શું કહ્યું આર્મી ચીફ
આર્મી ચીફ જનરલ બિપિન રાવતનું કહેવું છે કે પાકિસ્તાન આર્મીને સીઝફાયર ઉલ્લંઘનમાં અમારી અપેક્ષા કરતાં 3-4 ગણું વધુ નુકસાન થયું છે. હાલની સ્થિતિને જોતા જેવા સાથે તેવાનો પાઠ ભણાવામાં આવી રહ્યો છે.

સેના આપી રહી છે જડબાતોડ જવાબ
જમ્મુ-કાશ્મીરમાં એલઓસી ખાતે પાકિસ્તાની દળો દ્વારા ભારે મોર્ટારમારામાં ભારતના ચાર જવાન શહીદ થયા બાદ સેનાના નાયબ વડા શરથ ચંદે જણાવ્યું હતું કે, ભારત પાકિસ્તાની મોર્ટારમારાનો જડબાતોડ જવાબ આપવાનું ચાલુ રાખશે અને ભારતીય સેનાનો જવાબ પોતે બોલશે. પાકિસ્તાની સેના મોર્ટારમારાની આડમાં સરહદે આતંકવાદીઓની ઘૂસણખોરીમાં મદદ કરી રહી છે. અમે પણ પાકિસ્તાનને વળતો જવાબ આપતા રહીશું. અમારો વળતો પ્રહાર બોલશે. હવે અમે શબ્દોથી નહીં એક્શનથી જવાબ આપીશું.

સુંદરબાની અને મંજાકોટ વચ્ચે એલઓસીથી પાંચ કિલોમીટરના દાયરામાં આવેલી 84 શાળા 3 દિવસ માટે બંધ કરી દેવાઇ છે. તાકીદની પરિસ્થિતિ માટે લોકોને બહાર કાઢવા ટીમોને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપી દેવાયા છે. ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે રિલીફકેમ્પ તૈયાર કરી લીધા છે. દરમિયાન શ્રીનગર-મુઝફ્ફરાબાદ બસસેવા પણ એક દિવસ માટે બંધ કરી દેવાઇ છે.

પાકિસ્તાનને થયું છે વધુ નુકસાન
સેનાના એક બીજા વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે પાકિસ્તાનને આપણા કરતાં વધુ નુકસાન થયું છે, તેના લીધે પાકિસ્તાની સેના પોતાને ત્યાં થયેલા નુકસાનનો આંકડો પોતાની સંસદમાં ઉઠાવાથી ગભરાય રહી છે. એક અંદાજ પ્રમાણે ગયા વર્ષે સીઝફાયર ઉલ્લંઘનમાં ભારતની તરફથી કરાયેલ જવાબી કાર્યવાહીમાં 130-140 પાકિસ્તાની સૈનિક મરી ચૂકયા છે. સીઝફાયર ઉલ્લંઘનની કિંમત ભારતીય સૈનિકોએ પણ ચૂકવી. ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં 62 જવાન શહીદ થયા. સરહદ પારથી થયેલ ફાયરિંગમાં 15, ઘૂસણખોરી દરમ્યાન અથડામણમાં 17 અને આતંકવાદી હુમલામાં 30 જવાનો શહીદ થયા.

હવે કુલગામમાં સેના સામે એફઆઈઆર
પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા ગોળીબારને કારણે વધતા તણાવ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં સેના સામે વધુ એક એફઆઈઆર નોંધવામાં આવી છે. સેનાએ કરેલાં ફાયરિંગમાં ૨૨ વર્ષનો એક યુવક ઈજાગ્રસ્ત થતાં ફરિયાદ કરવામાં આવી હતી. પહેલાં પણ એક અઠવાડિયામાં શોપિયાંમાં સેના સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. સેના સામે એફઆઈઆરનો બીજો કેસ કુલગામમાંથી સામે આવ્યો છે. મામલે સેનાએ જણાવ્યું હતું કે, પોતાની આત્મરક્ષા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

 

Cricket Score

WhatsApp Registraltion

Close