Budget - 1 એપ્રિલથી 5-10% જેટલા મોંઘા થશે પ્રીમિયમ ટીવી

Date:2018-02-09 14:55:46

Published By:Jay

નવી દિલ્હીઃબજેટમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની જાહેરાતની અસર 1 એપ્રિલથી શરૂ થઇ જશે. તેથી સોની, સેન્સુઇ, ફિલિપ્સ જેવી ઇમ્પોર્ટ બેઝ્ડ કંપનીઓ પોતાના પ્રીમિયમ ટીવીની કિંમતોમાં 5થી 10 ટકાનો વધારો કરી શકે શકે છે. અનેક કંપનીઓએ પોતાના ડીલર્સ અને રીટેલર્સને તેની સૂચના આપી દીધી છે.

વિજય સેલ્સના એમડી નીલેશ ગુપ્તાએ મનીભાસ્કર.કોમને જણાવ્યું કે જે કંપનીઓ ભારતમાં મેન્યુફેક્ચરિંગના બદલે ઇમ્પોર્ટ કરે છે તેમણે ભાવ વધારવાનો સંકેત આપી દીધો છે. ગુપ્તાએ કહ્યું કે મોટા ભાગની કંપનીઓ મોંઘા એચડી ક્વોલિટી એલઇડી, એલસીડી ટીવીની પેનલ્સ અને અનેક પાર્ટસ ઇમ્પોર્ટ કરે છે તેમની કિંમત 1 એપ્રિલથી વધી શકે છે.

ઇન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર, અનેક કંપનીઓ એવી છે જેઓ મોંઘા એલઇડી, એલસીડી, કર્વ્ડ ટીવીના ભાવ 1 એપ્રિલથી 5થી 10 ટકા વધારશે. કંપનીઓએ રીટેલર્સને 1 એપ્રિલથી નવું પ્રાઇસ લિસ્ટ લાવવા જણાવ્યું છે. દેશમાં મોટા ભાગના મોંઘા ટીવી અને એલઇડીના પાર્ટસ ઇમ્પોર્ટ થાય છે અને તેમને ભારતમાં લાવીને એસેમ્બલ કરવામાં આવે છે.



Cricket Score

WhatsApp Registraltion

Close