અ'વાદને અપાશે બોરવેલમાંથી પાણી, ક્ષારથી બચવા RO વિના નહીં ચાલે

Date:2018-02-09 15:12:23

Published By:Jay

અમદાવાદઃ રાજ્યમાં હાલ પાણીની ગંભીર કટોકટી ઉભી થઈ ગઈ છે. જેને કારણે અમદાવાદીઓને પણ પાણી કાપનો સામનો કરવો પડશે. જેને લઈને શહેરીજનોને બોરનું પાણી પુરું પાડવાનું હોવાથી ઉનાળામાં ક્ષારવાળું પાણી પીવાનો વારો આવશે. આમ લોકોને RO વિના ચાલશે નહીં. જો બોરમાંથી આવતા ક્ષાર વાળા પાણીને લઈ અમદાવાદીઓ એલર્ટ નહીં થાય તો રોગનો ભોગ બનવું પડશે.

અમદાવાદને દૈનિક મળતું 1200 એમએલડી પીવાનું પાણી નર્મદામાંથી મળે છે. નર્મદામાં પાણીની અછત સર્જાતા હવે આગામી દિવસોમાં શહેરમાં 30 ટકા અર્થાત્ 360 થી 400 એમએલડી પાણીનો કાપ સર્જાશે.શહેરમાં કુલ 257 આઈસોલેટેડ બોર છે. પાણી ખેંચવા માટે લગભગ ક્યારેય આનો ઉપયોગ કરાતો નથી. પાણીકાપને પહોંચી વળવા બોર ચલાવાશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close