ભારત પાસે પ્રથમ વાર SAમાં શ્રેણી જીતવાની તક, રોહિતના ફોર્મથી ચિંતા

Date:2018-02-10 10:37:55

Published By:Jay

 નવી દિલ્હી-ભારતીય ક્રિકેટ ટીમ પાસે દક્ષિણ આફ્રિકામાં વન ડે સિરીઝની ચોથી મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવાની સારી તક છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમ હજુ સુધી કોઇ પણ વન ડે સિરીઝ જીતી નથી. શનિવારે રમાનાર મેચમાં ભારત પાસે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં શ્રેણી જીતવાની તક છે. છ વન ડે મેચની શ્રેણીમાં ભારત અત્યારે 3-0થી આગળ છે.

ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે શાનદાર ફોર્મમાં છે. સ્પિનર જોડી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ આફ્રિકાની ફાસ્ટ બોલરોને મદદ કરતી પિચ પર તરખાટ મચાવી તેમની રણનીતિને ઉધી કરી નાખી છે. બીજી તરફ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી સિરીઝમાં 2 સદી ફટકારી ચુક્યો છે.

ભારતીય ટીમ માટે રોહિત શર્માનું ફોર્મ ચિંતાનો વિષય છે. રોહિત શર્માનું બેટ દક્ષિણ આફ્રિકામાં ચાલ્યુ નથી. બીજી તરફ મિડલ ઓર્ડરમાં પણ કોઇ બેટ્સમેનને હજુ સુધી તક આપવામાં આવી નથી.

Cricket Score

WhatsApp Registraltion

Close