આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતી વિષય ફરજિયાત થશેઃ વિજય રૂપાણી

Date:2018-02-10 11:41:03

Published By:Jay

અમદાવાદઃ CBSE સહિતના વિવિધ બોર્ડ્સ સાથે સંલગ્ન રાજ્યની શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરવા અંગેનો રાજ્ય સરકાર પ્લાન બનાવી રહી છે. એકેડમિક વર્ષ 2018માં ધોરણ આઠ સુધી ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવશે.

ગાંધીનગરમાં યોજાયેલ ચિંતન શિબિરમાં વાત કરતી સમયે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અંગે ઇશારો કર્યો હતો. સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘માતૃભાષાનું મહત્વ વધારવા માટે શૈક્ષણિક વર્ષ 2018થી ધોરણ 8 સુધી ગુજરાતી વિષય ફરજિયાત પણ કરી શકાય, પછી ભલેને શાળા CBSE સંલગ્ન હોય, ICSE હોય કે પછી અન્ય કોઇ બોર્ડ સાથે સંલગ્ન કેમ ના હોય.

અગાઉ અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ ગુજરાતીમાં નપાસ થતા બાળકોનો આંકડો અને ગુજરાતી વિષયને પસંદ કરતા વિદ્યાર્થીઓના આંકડા પર ચિંતા વ્યક્ત કરી હતી.

રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, ‘ગુજરાતી ભાષાના ભવિષ્ય અંગે મુખ્યમંત્રીની ચિંતાને ધ્યાનમાં રાખી અમે એક્સપર્ટ કમિટિ બનાવી છે. દરેક બોર્ડના તમામ ધોરણોમાં ગુજરાતી ફરજિયાત કરવામાં આવે તે અંગે સરકાર વિચારણા કરી રહી છે.

ઉપરાંત સીએમ રૂપાણીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની ગુણવત્તા વધારવા પર ભાર મૂક્યો. વધુ ઉમેર્યું કે સ્રોતનો યોગ્ય ઉપયોગ, ફંડની ફાળવણી કરી પ્રાઇવેટ સ્કૂલ અને એસએફઆઇમાં મળતું શિક્ષણ સરકારી શાળામાં પણ મળે તે નિર્ધારિત કરીશું.

મુખ્યમંત્રીએ કહ્યું કે શિક્ષણ વિકાસનો પાયો છે. આમ શિક્ષણની ગુણવત્તા સારી હોય તો વિકાસ અધૂરો રહી જાય. રાજ્ય સરકાર દર વર્ષે શિક્ષણ માટે 25000 કરોડની ફાળવણી કરે છે. દર વર્ષે 34000 સરકારી શાળામાં ગરીબ, દલિત, વંચિત અને મજૂર વર્ગ પરિવારના 80 લાખ વિદ્યાર્થી શિક્ષણ મેળવે છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close