રાજસ્થાનમાં મળી આવ્યો અબજો રુપિયાનો સોનાનો ભંડાર

Date:2018-02-10 11:52:22

Published By:Jay

જયપુરઃ ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગે કરેલા દાવા મુજબ રાજસ્થાનના બાંસવાડા અને ઉદયપુર જિલ્લામાં છૂપાયેલા 11.48 કરોડ ટન સોનાના ભંડારનો પતો લાગી ગ્યો છે. જયપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગના ડિરેક્ટર જનરલ એન. કુટુંબા રાવે મળેલા ખજાના અંગે માહિતી આપી હતી.

રાજસ્થાનમાં સોનાની શોધખોળની નવી સંભાવનાઓ સામે આવી છે. ઉદયપુર અને બાંસવાડા જિલ્લા સ્થિત ભૂકિયા ડગોચામાં સોનાના ભંડાર મળી આવ્યા હોવાની માહિતી મળી છે.

રાવ મુજબ 2010થી અત્યાર સુધી રાજસ્થાનમાં 8.11 કરોડ ટન તાંબાના ભંડારનો પતો લાગ્યો છે. આમાં તાંબાનું સરેરાશ સ્તર 0.38 ટકા છે. રાજસ્થાનના સિરોહી, સાલિયોં અને બાડમેર જિલ્લામાં અન્ય ખનિજની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

રાવે જણાવ્યા મુજબ રાજસ્થાન સ્થિત રાજપુરા દરીબા ખનિજ પટ્ટીમાં 35.65 કરોડ ટન સીસું-જસત મળી આવ્યું છે. ઉપરાંત ભીલવાડા જિલ્લાના સલામપુરા અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ સીસું-જસતના ભંડાર મળ્યા છે.

ક્ષેત્રમાં પોટાશ અને ગ્લુકોનાઇટને શોધવા માટે નાગૌર, ગંગાપુર અને સવાઇ માધોપુર ખોદકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લાઓમાં પોટાશ અને ગ્લુકોનાઇટના ભંડાર મળવાથી ભારતને ફર્ટિલાઇઝર મિનરલની આયાત પર નિર્ભર નહી રહેવું પડે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close