આધાર કાર્ડમાં સુધારા કરાવવા માટે પણ 18 ટકા GST વસૂલાશે

Date:2018-02-10 11:57:47

Published By:Jay

 પુણે: આધાર કાર્ડમાં નામ કે સરનામાંમાં તમારે કોઈ સુધારો વધારો કરાવવા માટે હવે પાંચ રુપિયા વધારે ચૂકવવા પડશે. UIDAIએ આવતા સપ્તાહથી આધાર કાર્ડમાં સુધારા-વધારા માટે લેવાતી ફી પર 18 ટકા જીએસટી લેવાનું નક્કી કરતા તેમાં 5 રુપિયાનો વધારો થશે.

UIDAI પોતાના ટ્વીટમાં એવી પણ સ્પષ્ટતા કરી છે કે, લોકોએ આધાર કાર્ડમાં માત્ર સુધારો કરાવવા માટે ફી ભરવાની રહે છે, નવું આધાર કાર્ડ કઢાવવાનો કોઈ ચાર્જ નથી. હાલ આધાર કાર્ડમાં સુધારા કરવા માટે 25 રુપિયા ફી લેવામાં આવે છે. જે જીએસટી લાગુ થયા બાદ 30 રુપિયા થઈ જશે.

આધારની કામગીરી સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, એડ્રેસ, જન્મ તારીખ, જાતિ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ તેમજ બાયોમેટ્રિક ડિટેઈલ્સમાં સુધારા કે અપડેટ કરાવવા માટે હવે 25 રુપિયાને બદલે 30 રુપિયા આપવાના રહેશે.

મહત્વનું છે કે, સરકારે તમામ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે તેમજ સરકારી દસ્તાવેજોમાં આધાર કાર્ડની વિગતો આપવાનું ફરજિયાત કરી દીધું છે. બેંક અકાઉન્ટ સાથે પણ 31 માર્ચ પહેલા આધાર કાર્ડને લિંક કરવાનું છે. ઉપરાંત, મોબાઈલ નંબર અને પાન કાર્ડને પણ આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close