13,000 કર્મચારીઓને હાંકી કાઢશે રેલવે

Date:2018-02-10 15:06:39

Published By:Jay

નવી દિલ્હી-હજુ આજની તારીખે પણ છોકરીના પિતા સરકારી નોકરી હોય તેવો છોકરો પસંદ કરે છે. કારણ? નોકરીમાં કામ ઓછુ કરીને વધુ પૈસા કમાવા મળે છે. વળી તમે કામ કરો તો પણ તમને નોકરી ગુમાવાનો કોઈ ડર રહેતો નથી. પરંતુ ઈન્ડિયન રેલવેએ હવે તેના કામચોર કર્મચારીઓને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું છે.

ભારતીય રેલવેએ 13000થી વધુ કર્મચારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. કર્મચારી ગ્રુપ સી અને ડીના છે. એવા કર્મચારીઓ છે જે પોતાના કામ પરથી કોઈને જાણ કર્યા વિના ગેરહાજર રહે છે અથવા તો કારણ વિના લાંબી રજાઓ પર ઉતરી જાય છે. રેલવે હવે આવા કર્મચારીઓ પર ગાળિયો કસવા જઈ રહ્યું છે.

મોદી સરકારના મંત્રી પીયૂષ ગોયલે ઉચ્ચ અધિકારીઓને કહ્યું કે તે આવા લોકોને હાંકી કાઢવાની વ્યવસ્થા કરે. રેલવેના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી કર્મચારીઓને હાંકી કાઢવામાં આવશે.

ભારતીય રેલવેએ એક સ્ટેટમેન્ટ બહાર પાડતા જણાવ્યું છે કે ડિપાર્ટમેન્ટે એક અભિયાન ચલાવ્યું છે જેમાં એવા તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે જે પોતાની ફરજ નિભાવવામાં બેદરકાર છે. 13,000થી વધારે લોકો એવા છે જે સતત પોતાની ડ્યુટી પર નથી આવતા અને રજા પર ઉતરી ગયા છે. હવે તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઈન્ડિયન રેલવેના પગલાને કારણે તેમના વર્કફોર્સમાં 1 ટકા જેટલા લોકોનો ઘટાડો થશે પરંતુ રેલવેએ લીધેલુ પગલુ ખરેખર સરાહનીય છે. જો રીતે ભારત સરકારના બીજા ખાતામાં પણ પગલા ભરાય તો સરકારી નોકરીને જલસો ગણતા લોકોની અક્કલ ઠેકાણે આવી જશે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close