શ્રીનગર: CRPF કેમ્પમાં આતંકીઓનો ઘૂસવાનો પ્રયાસ, સુંજવામાં તપાસ ચાલુ

Date:2018-02-12 10:07:30

Published By:Jay

જમ્મુઃ સુંજવા આર્મી કેમ્પ પર થયેલાં આતંકી હુમલા બાદ શરૂ કરાયેલું સૈન્ય અભિયાન 51 કલાક બાદ પણ હજુ ચાલુ છે. શનિવારે આતંકીઓએ કેમ્પ પર હુમલો કર્યો હતો. સિક્યોરિટી ફોર્સે 4 આતંકીઓને ઠાર કર્યાં છે. જો કે હુમલામાં 5 જવાન પણ શહીદ થઈ ગયાં છે. જ્યારે એક સિવિલિયનનું પણ મોત નિપજ્યું છે. વચ્ચે શ્રીનગરના CRPF કેમ્પમાં પણ 2 આતંકીઓએ AK-47 રાયફલ સહિત અનેક હથિયારોની સાથે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સુરક્ષા દળો દ્વારા ફાયરિંગ કરવામાં આવતાં આતંકીઓ ભાગી ગયા હતા. ત્યારે હાલ તેમની શોધખોળ ચાલી રહી છે.

હુમલાની તપાસ માટે NIAની ટીમના 5 મેમ્બર્સ જમ્મુ પહોંચ્યા છે. જ્યાં તેઓએ સેનાને આતંકીઓ પાસેથી મળેલી વસ્તુઓની તપાસ કરી હતી. આર્મી ચીફ બિપિન રાવત પણ જમ્મુ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સ્થિતિની સમીક્ષા કરી હતી. જે બાદ રાજ્યપાલ એન.એન.વોરા અને દિલ્હી જઈને ગૃહમંત્રી રાજનાથ સિંહસાથે મુલાકાત કરી હતી. કવાટર્સમાં થઈ રહેલી તપાસ દરમિયાન એક સૂબેદાર, બે જવાન અને એક વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. અત્યારસુધીમાં બે સૂબેદાર સહિત 5 જવાન શહીદ થઈ ગયા છે. મૃત મળેલાં વૃદ્ધ એક જવાનના પિતા હતા.  6 જવાનો સહિત 12 લોકો ઘાયલ પણ છે. જેમાં લેફટનન્ટ કર્નલ રોહિત સોલંકી અને મેજર અવિજીતસિંહ સહિત 6 જવાન અને મહિલાઓ-બાળકો છે.

શનિવારે આર્મી કેમ્પમાં ઘૂસેલા આતંકીઓ સેનાના ડ્રેસમાં હતા. તેમની પાસેથી AK-56 રાયફલ, અંડર બેરેલ ગ્રેનેડ લોન્ચર, મોટા પ્રમાણમાં ગોળીઓ અને હેન્ડગ્રેનેડ મળ્યાં હતા. શનિવાર રાતથી ફાયરિંગ બંધ છે. જો કે અંદર વધુ આતંકીઓ હોવાની આશંકા છે જે સેનાએ કોઈ ઈન્કાર કર્યો નથી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close