સંઘ ૩દિવસમાં સૈન્ય ઊભું કરી શકે- ભાગવત

Date:2018-02-12 10:37:20

Published By:Jay

મુજફ્ફરનગરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે જે સૈનિક તૈયાર કરવામાં સેના 6-7 મહિના લગાવે છે, તેમને સંઘ 3 દિવસમાં તૈયાર કરી શકે છે. અમારી ક્ષમતા છે. કોંગ્રેસ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાગવતના નિવેદન પર વિરોધ વ્યક્ત કર્યો છે. મહત્વપૂર્ણ છે કે, જમ્મુના સુંજવા આર્મી કેમ્પ પર હુમલામાં 5 જવાન શહીદ થયા છે. ફોર્સે 4 આતંકીઓને ઠાર માર્યા છે.

6 દિવસના મુજફ્ફરપુર પ્રવાસ પર છે ભાગવત


-
મોહન ભાગવત 6 દિવસના પ્રવાસે બિહારના મુજફ્ફરપુર ગયા છે.
- 11
ફેબ્રુઆરીએ ભાગવતે કહ્યું, "જો એવી સ્થિતિ ઊભી થાય અને બંધારણ મંજૂરી આપે તો સ્વયંસેવકો મોર્ચા પર જવા તૈયાર છે."
- "
જે આર્મીને તૈયાર કરવામાં 6-7 મહિના લાગે છે, સંઘ તે સૈનિકોને 3 દિવસમાં તૈયાર કરી દેશે."
- "
સંઘ તો મિલિટ્રી અને તો પેરામિલિટ્રી સંગઠન છે, તે એક પારિવારિક સંગઠન છે. અહીં સેના જેવું અનુશાસન છે. આરએસએસ વર્કર્સ હંમેશા દેશ માટે જીવ આપવા પણ તૈયાર રહે છે."

 

Cricket Score

WhatsApp Registraltion

Close