ગોંડલઃ ટાયર ફાટતા આઇસરે બે કારને અડફેટે લેતા ત્રિપલ અકસ્માત, બેના મોત

Date:2018-02-12 11:02:05

Published By:Jay

ગોંડલ-ગુજરાતમાં અકસ્માતો દિવસેને દિવસે વધતા જતા હોય એમ રોજે રોજ અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે. આવી એક ઘટના ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ઘટી હતી. જેમાં બે કાર અને એક ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે રવિવારે મોડી રાત્રે ગોંડલ માર્કેટ યાર્ડ પાસે એક આઇસર ટ્રક પસાર થઇ રહ્યો હતો. જોકે, અચાનક ટ્રકનું ટાયર ફાટતા આઇસર પલટી મારી ગયો હતો. ત્યારબાદ બે કાર સાથે ટક્કર થતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે પૈકી એક કારનો કૂડદો બોલાઇ ગયો હતો. જ્યારે એક કારને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. ઘટનામાં બે લોકોના મોત થયા હતા જ્યારે ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. અને ટ્રકમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. બીજી તરફ પોલીસને પણ જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઉપરાંત ઇમર્જેન્સી 108, ફાયરબ્રિગેડ અને નેશનલ હાઇવે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં ઘાયલ લોકોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અંગ વધુ તપાસ હાથધરી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close