લંડન સિટી એરપોર્ટ પર ભયાનક પરિસ્થિતિ, બીજા વિશ્વ યુદ્ધનો બોમ્બ મળ્યો

Date:2018-02-12 11:09:14

Published By:Jay

લંડન -લંડન સિટી એરપોર્ટની પાસેથી બીજા વિશ્વ યુધ્ધના સમયનો એક બોમ્બ મળી આવ્યો છે. આ બોમ્બ મળ્યા બાદ લંડન સિટી એરપોર્ટને બંધ કરી દેવાયું છે. આ બોમ્બ ટેમ્સ નદીના જ્યોર્જ વી ડૉકની પાસેથી મળ્યો. સ્થાળ પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તેને નિષ્ક્રિય કરવામાં લાગી ગયું છે.

બોમ્બ મળ્યા બાદ લંડન સિટી એરપોર્ટે મુસાફરોને નિર્દેશ રજૂ કર્યો છે કે તેઓ એરપોર્ટ તરફ મુસાફરી ના કરે. સાથો સાથ પોતાની ફ્લાઇટથી સંબંધિત કોઇપણ માહિતી માટે પોતાની એરલાઇન કંપનીનો સંપર્ક કરે.


હાલ ખતરાને જોતા વિમાનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને રોયલ નેવી આ બોમ્બને નિષ્ક્રિય કરવામાં લાગી ગઇ છે.

આથી એરપોર્ટની તરફ આવતા કેટલાંય રસ્તાઓને પણ બંધ કરી દેવાયા છે. કહેવાય છે કે એરપોર્ટની પાસે કેટલાંક કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા, તેમને આ બોમ્બ મળ્યો. આ માહિતી તેમણે એરપોર્ટના અધિકારીઓને આપી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close